-
પવિત્ર યાત્રાધામ દ્વારકા કે જ્યાં દ્વારકાધીશ જગત મંદિરમાં બિરાજે છે તે દેવભૂમિ દ્વારકા બેઠકના ભાજપના મજબૂત ધારાસભ્ય પબુભા માણેકને વિધાનસભા-2017ની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરતી વખતે કરેલી એક સામાન્ય ભૂલ એવી નડી કે હાઇકોર્ટ દ્વારા તેમની આખી ચૂંટણી જ રદ્દબાતલ જાહેર કરી દેવામાં આવી છે. ધારાસભ્ય પબુભા માણેક હવે ભૂ.પૂ.-ભૂતપૂર્વ ધારાસભ્ય બની ગયા છે. તે સાથે જ વિધાનસભામાં ભાજપનું સંખ્યબળ ઘટીને 99 પર આવી ગયું છે. તેમની સામે હારેલા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ હાઇકોર્ટમાં ધા નાંખી હતી કે પબુભાએ ઉમેદવારી પત્રમાં બેઠકનું નામ "વિધાનસભા 82 દ્વારકા"એવું લખ્યું નહોતુ. છતાં ચૂંટણી અધિકારીઓએ તેમની ઉમેદવારીને માન્ય રાથી પણ મામલો કોર્ટમાં પહોંચ્યો અને લંબાણ સુનાવણી બાદ કોર્ટે માન્યું કે ફોર્મમાં ભૂલ છે અને તેમની ચૂંટણી રદ્દ થવાને પાત્ર છે. પબુભાની ચૂંટણી જ રદ્દ થતાં હવે આ બેઠક ખાલી જાહેર થઇ છે અને 6 મહિનામાં પેટા ચૂંટણી યોજવી પડશે. સતત 3 વખત આ બેઠક જીતનાર પબુભા માણેક આ વખતે થાપ ખાઇ ગયા.કાયદાની ચકાસણીમાં "માણેક"”ખોટા નિકળ્યા છે..!