Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો માટે આવતીકાલ 23મી એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન થવા જઇ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી અંદાજે 51 હજાર મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થશે. આ ચૂંટણી માટે અંદાજે 4.50 કરોડ મતદારો નોંધાયેલા છે. જેમાં સવા બે કરોડ જેટલા મતદારો યુવા છે. જો કે જેઓ 18 વર્ષ પૂરા કર્યા હોય તેવા અંદાજે 10 લાખ નવા મતદારો આવતીકાલે પોતાના જીવનનો પ્રથમ મત આપશે. ચૂંટણી પંચે ઉમેદવારો અને સ્થાનિક રાજકીય સ્થિતિ પ્રમાણે અંદાજે 20 હજાર મતદાન મથકો સંવેદનશીલ જાહેર કર્યા હોવાનું મનાય છે. 26 બેઠકો માટે 371 ઉમેદવારો છે. 26 બેઠકો પૈકી ગાંધીનગરની બેઠક રાજકીય રીતે વીવીઆઇપી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતે આ બેઠક પરથી લડી રહ્યાં છે. 23મી એપ્રિલે કાલે મતદાનના બરાબર એક મહિના પછી 23મી મેના રોજ મતગણતરી હાથ ધરાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ