ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે રાજ્યના 46 જળાશયો છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ત્યારે સરદાર સરોવર ડેમમાં 1,80,589 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ 54.06 ટકા જળસંગ્રહ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના કુલ 206 જળાશયોમાં 2,40,661 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ 42.96 ટકા જળસંગ્રહ નોંધાયો છે.