Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ના નામી અનામી નિર્માતાઓ અને દિગ્દર્શકો બહોળી સંખ્યામાં ભેગા થયા, અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ વિચારણાઓ થઇ. સર્વાનુમતે ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર એસોસિયેશન ( GFPDA ) ની સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.
જેની ગતી વિધિ શરૂ કરવા માટે કામચલાઉ વર્કિંગ કમિટીની પણ રચના કરવામાં આવી.

જેમાં..

શ્રી હીતુ કનોડિયા : પ્રમુખ
શ્રી હરેશ પટેલ : ઉપપ્રમુખ
શ્રી અભિલાષ ઘોડા : મહામંત્રી
શ્રી પરેશ વોરા : સહમંત્રી
શ્રી બીપીન બાપોદરા : સભ્ય
શ્રી ધર્મેશ શાહ : સભ્ય
શ્રી સંજય શાહ "જેકી" : સભ્ય
શ્રી રમેશ કરોલકર : સભ્ય
શ્રી સંજય પટેલ : સભ્ય
શ્રી ઉત્પલ મોદી : સભ્ય
શ્રી શૈલેષ પ્રજાપતિ : સભ્ય
શ્રીમતી દિવ્યા પટેલ : સભ્ય
શ્રી વિનય દવે : કાનુની સલાહકાર

નો સમાવેશ કરવામાં આવ્યો..
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ના વિકાસ માટે સૌએ એકજુટ થઇ, એકબીજા સાથે ના વિચારભેદ ભુલી કામ કરવાનો સૌએ સંકલ્પ કર્યો..
આજથી જ આ સંગઠનની નોંધણી માટેનું કાર્ય શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું. અને જ્યાં સુધી અધીકૃત નોંધણી ન થાય ત્યાં સુધી પોતાના જન્મ થી શરૂ કરીને આજ સુધી ઓછામાં ઓછી એક ગુજરાતી ફિલ્મ સાથે નિર્માતા, સહ નિર્માતા, કાર્યકારી નિર્માતા અથવા દિગ્દર્શક તરીકે જે કોઇ સંકળાયેલા હોય તે આ એસોસિયેશન ના વિનામુલ્યે સભ્ય બની શકશે તેવું પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું.
આ એસોસિયેશન માં સભ્ય બનવા માટે ટુંક સમયમાં એક ગુગલ ફોર્મ જાહેર કરવામાં આવશે, આ ગુગલ ફોર્મ જરૂરી આધાર - પુરાવાઓ સાથે રજુ કરી ઉપરોક્ત કેટેગરીમાં આવતા કોઇપણ વ્યક્તિ આ એસોસિયેશન ના વિનામુલ્યે સભ્ય બની શકશે..
ખુબ ટુંકા સમયમાં આ આયોજન થયું હોવા છતાં મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, હીમતનગર, કડી વગેરે જગ્યાએ થી અંદાજીત ૬૦ થી વધુ નિર્માતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા...
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ