Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હેપ્પી બર્થ ડે  નરેન્દ્રભાઈ  

ધીમંત પુરોહિત 

અડસઠમી વર્ષગાંઠે હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ નરેન્દ્રભાઈ, 

તમને આ સંબોધન થોડું અડવુ લાગ્યું હશે, કારણકે તમે 'સાહેબ' સાંભળવા ટેવાયેલા છો, પણ  તમે જાણો છો, અમને  કદી  કોઈને સાહેબ કહેવું ફાવ્યું જ નથી, તમને પણ નહિ. છતાં, અઢી  દાયકાથી વધુ સમયના પત્રકાર તરીકેના તમારી સાથેના સંબંધના દાવે આટલી છૂટછાટ લઇ લઉ છું. સામાન્ય રીતે વર્ષગાંઠે ગુડી ગુડી વાતો કહેવાય છે. પરંતુ, 2019ના લોકસભા ઈલેક્શન પહેલાની આ તમારી છેલ્લી વર્ષગાંઠ છે એટલે,  કેટલીક વાતોની ગિફ્ટ તમને આપવા માંગુ છું - રીટર્ન  ગિફ્ટની અપેક્ષા વિના. મારા પત્રકારત્વની જેમ મારી વાતો પણ ઓબ્જેકટીવ છે. કદાચ સાંભળનારને કડવી પણ લાગે. જો કે, મીઠી મીઠી વાતો કહેનારાની  તો તમારી આસપાસ ત્યાં દિલ્હીમાં કોઈ ખોટ નથી. આવી કડવી વાત કહેનારું તમને કોઈ નહિ મળતું હોય હવે.

ના ના ગેરસમજ ના કરતાં, આ પત્ર વડાપ્રધાન તરીકેના તમારા સાડા ચાર સાલના શાસન વિષે નથી.  તમે 2014માં ઉભી કરેલી અપેક્ષાઓ અને એમાં તમે કેટલા ખરા ઉતાર્યા એના વિષે પણ નથી.  તમારા રાજકારણ વિષે નથી અને તમારા અર્થકારણ વિષે પણ નથી. એ બાબતે તો દેશભરના છાપાઓમાં ટનબંધ પેપરો ભરીને લખાશે, ટીવી ચેનલો પર કલાકોના કલાકો ચર્ચાઓ  થશે અને  ડિજિટલ મીડિયામાં ધોધમાર ઇન્ટરનેટ વપરાય એટલું લખાશે -બોલાશે. ના ના  કોઈ હિડન એજંડા નથી, આ પત્ર પેટ્રોલ ડીઝલના સળગતા  ભાવો વિષે નથી, કે  નથી  અયોધ્યાના એક રૂકા હુઆ ફૈસલા વિષે. હાથમાંથી સરકતા દેખાતા કાશ્મીર વિષે નથી, કે નથી પાકિસ્તાન વિષે.

આ પત્ર છે, તમારી તાજેતરની એક તસવીરથી દુભાયેલી અમારી લાગણી વિષે. શનિવારને પંદરમી સપ્ટેમ્બરે તમારો ફોટો જોયો - હાથમાં ઝાડુ સાથે દિલ્હીમાં સફાઈ કરતો. આના માટે અમે - ગુજરાતીઓએ લોકસભાની છવ્વીસે છવ્વીસ સીટો સાથે  અને બાકીની થંપિંગ મેજોરીટી સાથે દેશની પ્રજાએ - તમને દિલ્હી મોકલ્યા હતા? ઝાડુ પકડવા? સફાઈ અભિયાન વાત તો સારી છે, પણ એ માટે વડાપ્રધાને ઝાડુ પકડવાનું? અમેરિકા અને ઈંગ્લેન્ડમાં નિર્વિવાદપણે સફાઈ આપણે કંપેર ના કરી શકીએ એ કક્ષાએ ઉત્તમ છે - એના કોઈ વડાપ્રધાને હાથમાં ઝાડુ પકડયા  વિના. કોઈ જ સફાઈ અભિયાન વિના.એ લોકોએ એ માટે સફાઈની એક વ્યવસ્થિત સિસ્ટમ ઉભી  કરી છે અને જાળવી છે. દેશના, રાજ્યના કે સ્થાનિક શહેર - ગામના વડાનું એ જ તો કામ છે. આર્મીના જનરલ યુધ્દમાં મોરચે લડવા નથી જતા, વોરરૂમમાં બેસીને  વોરનું મેનેજમેન્ટ કરે છે. એ જ એમનું કામ છે. કાલે ન કરે નારાયણ ને પાકિસ્તાન કે  ચીન સાથે યુદ્ધ થાય તો આપણા  વડાપ્રધાન હાથમાં એકે 56 રાયફલ લઈને મોરચે જશે? તો એમનું શું થશે અને પાછળ પાછળ આપણું પણ શું થશે?  આર્મીના  એક સફળ  જનરલની માફક જ  દેશના પીએમની મુખ્ય જવાબદારી, પીએમઓમાં બેસીને  દેશના  સુશાસનની વ્યવસ્થા ગોઠવવાની છે - બીજું બધ્ધું જ એડિશનલ છે.

પશ્ચાદ્ભૂમાં આંબેડકરના બાવલાની આગળ ઝાડુ સાથે ઉભેલા તમારા દિલ્હીના એ વાયરલ થયેલા ફોટાની જ વાત કરીએ. દેશની વાત તો પછી, દિલ્હીમાં જ આંબેડકરના અનુયાયીઓની  શું હાલત છે?  પાટનગર દિલ્હીમાં આ સફાઈ અભિયાનના થોડા  દિવસ પહેલા જ રોજિંદી સફાઈ માટે ગટરમાં ઉતરેલા પાંચ સફાઈ કામદારોના ગૂંગળાઈ જવાથી કમોત થયા. ગટરના નરકમાં સફાઈ માટે માણસે જાતે ઉતરીને આખું શરીર એ ગંદકીમાં ડુબાડવું  પડે, એ કલ્પના જ થથરાવી મૂકે છે.  આ કેવું સ્માર્ટ સીટી છે? આપણે તો 21મી સદીમાં આવી ગયા પણ એ લોકો 18મી સદીમાં રહી ગયા?  હાથવગું બહાનું એ હોઈ શકે કે દિલ્હી રાજ્યમાં સરકાર બીજા કોકની છે, પણ એ ભારતનો ભાગ તો ખરોને?

વિનોબા ભાવેના માતાએ એકવાર એમને બ્રહ્મજ્ઞાન આપેલું, આપણે જેને  કચરાવાળા કહીએ છીએ, એ કચરાવાળા નથી, કચરાવાળા તો આપણે છીએ, જે ગંદકી કરે છે. એ લોકો તો સફાઈવાળા છે. આપણા સફાઈ અભિયાનમાં એ સફાઈવાળાઓ માટે કઈ ખરું કે? કમ સે કમ સફાઈ અભિયાનના કરોડોના બજેટમાંથી  ગટર સફાઈના ઓટોમેટિક  સાધનોની ખરીદીનો ખર્ચો નીકળી શકે, કે જેનાથી દેશમાં ક્યાંય કોઈ સફાઈ કામદારને સફાઈ માટે ગટરમાં જાતે  ઉતરવું ના પડે? દેશની ગંદકી માટે સફાઈ કામદારો કરતા વધુ જવાબદાર તો આપણે લોકો છીએ જે આડેધડ ગંદકી કરીએ  છીએ. ટ્રાફિક  પોલીસની જેમ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદારોને એ લોકોને આર્થિક દંડ કરવા અધિકૃત કરી શકાય, જે લોકો બેજવાબદારીપૂર્વક ગંદકી કરે છે? એનાથી એક તો સફાઈ કામદારોને પાવર મળશે અને બીજું આપણા જેવા દેશમાં આ દંડની રકમથી એટલી બધી આવક ઉભી થશે કે, સરકારે ગરીબોની સેવા કરવા માટે પેટ્રોલના ભાવ વધારા પર આધાર નહિ રાખવો પડે. ઓ હો, પેટ્રોલના ભાવ વધારા વિષે આજે  વાત નહિ કરવાનું નક્કી કરેલું!

માફ કીજિયેગા, અગર શુભ દિન પર કુછ કડવી બાત હો ગઈ હો તો. પર યે સ્વચ્છતા અભિયાન કે શુભાશય સે હી  હૈ, જો આપકે સફાઈ અભિયાન કા હી એક હિસ્સા હૈ. પતા  હૈ, આપકો ઐસી બાતેં સુનને કી આદત નહિ હૈ, મૂડ  ખરાબ હો ગયા હોગા. કોઈ બાત નહિ, કોઈ  ટીવી  ચેનલ ખોલ કે દેખ લીજીયે, મૂડ  ફિર બન  જાયેગા, પર સફાઈ કે લિયે વાકઈ કુછ કરને  કા મૌકા  ફિર કબ આયેગા?

આપનો અને એટલો જ દેશનો પણ પત્રકાર,

ધીમંત પુરોહિત.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ