Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પરમાણુ મામલે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં બ્રિટન પણ જોડાતાં ખાડી પ્રદેશમાં તણાવ ચરમસીમા પર પહોંચ્યો છે. શુક્રવારે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે દાવો કર્યો હતો કે તેમણે આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ નિયમોના ભંગ માટે હોર્મુઝની ખાડીમાંથી બ્રિટનના એક ઓઇલ ટેન્કરને કબજામાં લીધું છે.ઈરાનની સેના એવા રિવોલ્યુશનરી ગાર્ડની સત્તાવાર વેબસાઇટ સેપાહન્યૂઝ પર જણાવવામાં આવ્યું હતું કે, શુક્રવારે આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ નિયમોનું સન્માન કરવામાં નિષ્ફળ ગયેલા બ્રિટિશઓઇલ ટેન્કર સ્ટેના ઇમ્પેરોને જપ્ત કરાયું છે. બ્રિટનના જહાજને કિનારા પર લઇ જવાયું હતું અને તેની સામે કાયદાકીય કાર્યવાહી અને જરૂરી તપાસ માટે રિવોલ્યુશનરી ગાર્ડને સોંપી દેવાયું હતું. જહાજોની ટ્રેકિંગ સર્વિસ મરીન ટ્રાફિકના જણાવ્યા અનુસાર બ્રિટિશ ધ્વજ ધરાવતા સ્વિડિશ નાગરિકની માલિકીના સ્ટેના ઇમ્પેરોને શુક્રવારે રાત્રે લારાક ટાપુ નજીક જોવામાં આવ્યું હતું. જહાજના માલિકે જણાવ્યું હતું કે, અમારું જહાજ હોર્મુઝની ખાડીમાં આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી પસાર થઇ રહ્યું હતું ત્યારે કેટલીક અજાણી નૌકાઓ અને હેલિકોપ્ટર દ્વારા તેના પર હુમલો કરાયો હતો. હાલમાં અમારું જહાજ ઈરાનની ઉત્તર તરફ દેખાઇ રહ્યું છે પરંતુ અમે તેનો સંપર્ક કરી શક્તાં નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ