દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ભડકેલી હિંસાને પગલે કલમ 144 લાગુ કરી દેવાઈ છે. શાહીનબાગમાં દિલ્હી પોલીસે નોટિસ જારી કરી કહ્યુ છે કે આ વિસ્તારમાં એકઠા ના થાવ અને પ્રદર્શન પણ ના કરો...આ આદેશને ન માનનારાની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શાહીન બાગમાં નાગરિક્તા સુધારણા કાયદા (CAA)ની વિરુદ્ધમાં મહિલાઓ અઢી મહિનાથી સતત ધરણા પર બેઠી છે અને આ કાયદાને હટાવવા માંગણી કરી રહી છે.
જણાવી દઈએ કે, હિંદુ સેનાએ 1 માર્ચ એટલે કે આજના દિવસે શાહીનનો બાગ રસ્તો ખોલવા માટેની જાહેરાત કરી હતી. જો કે, શનિવારે પોલીસની મધ્યસ્થી બાદ હિન્દુ સેનાએ તેનો પ્રસ્તાવિત કાર્યક્રમ રદ કર્યો હતો. પરંતુ સુરક્ષાને જોતા પોલીસે આજે (રવિવારે) કલમ 144 લાગુ કરી દીધી છે.