ગીર સોમનાથ જિલ્લામાં જાણે કે આભ ફાટ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી ને પગલે ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે જાણે કે આખો જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા 10 કલાકની વાત કરીએ તો અહીં 13 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ભારે વરસાદથી જિલ્લાના અનેક ગામ બેટમાં ફેરવાયા છે. સુત્રાપાડા અને કોડીનાર માં આજે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. માંગરોળ પંથક છ ઇંચ વરસાદથી જળબંબાકાર થયો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરમાં ઘૂસી ગયા છે.