મુંબઈના ઘાટકોપર અને વર્સોવા વિસ્તારો વચ્ચે દોડતી શહેરની પહેલી મેટ્રો સેવા મેટ્રો વનનું સંચાલન કરતી મુંબઈ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડ ( એમએમઓપીએલ)ને રુપિયા ૧૧૬૯ કરોડ ચૂકવવાનો આદેશ આ કંપનીમાં લઘુમતી હિસ્સો ધરાવતી સરકારી એજન્સી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી( એમએમઆરડીએ)ને બોમ્બે હાઈકોર્ટ દ્વારા આર્બિટ્રેશનના એક કેસમાં અપાયો છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપથી બનેલી આ મેટ્રો કંપંનીમાં બહુમતી હિસ્સો અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરનો છે.