અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસની શરૂઆત અમદાવાદથી થઈ હતી. એરપોર્ટ પર પહોંચ્યા પછી ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમ સુધી રોડ-શો કર્યો હતો. ગાંધી આશ્રમમાં પહોંચીને પ્રમુખ ટ્રમ્પ અને મેલેનિયાએ ચરખો કાંત્યો હતો. ટ્રમ્પે મોટેરાંમાં ઉપસિૃથત અસંખ્ય લોકોને સંબોધન કર્યું હતું.
અમરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતયાત્રાની શરૂઆત ગુજરાતથી કરી હતી. દુનિયાના સૌથી વિશાળ સ્ટેડિયમ મોટેરામાં તેમણે અસંખ્ય લોકોને સંબોધન કર્યું હતું. એ દરમિયાન તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને યાદ કર્યા હતા અને તેમની ઐતિહાસિક દાંડીયાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. ભારતના એક્ય વિધાતા સરદાર પટેલનું પણ ટ્રમ્પે સ્મરણ કર્યું હતું. સ્વામી વિવેકાનંદનો પણ ટ્રમ્પે ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો.
મોદીની પ્રશંસા કરતા ટ્રમ્પે તેમને સફળતાની જીવંત મૂર્તિ ગણાવ્યા હતા. મોદી ચા વેંચતા હતા એવો ઉલ્લેખ કરીને તેમણે મોદીને પણ ભાવુક બનાવ્યા હતા. જોકે, તેમણે હળવા અંદાજમાં મોદીને ટફ લીડર ગણાવીને કહ્યું હતું કે કોઈ પણ સોદો કરવામાં મોદી ઘણાં ટફ છે, તુરંત માને એવા નથી.