લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક પછી એક પાર્ટી ચૂંટણી ઢંઢેરા (મેનિફેસ્ટો)ની જાહેરાત કરી રહી છે. શનિવારે જ્યાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આજે ભારતીય કોમ્યનિસ્ટ પાર્ટી (CPI)એ પણ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. જેમાં પાર્ટીએ વચન આપ્યું હતું કે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીનો ઉદ્દેશ્ય ઈડી અને સીબીઆઈ જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓને સંસદના દાયરામાં લાવવાનો છે જેથી વહીવટી તંત્ર તપાસ એજન્સીઓનો દુરુપયોગ ન કરી શકે.