Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના ન્યુયોર્ક સ્ટેટમાં અસાધ્ય રોગોથી પીડાતાં લોકોને કાયદેસર દવા લઇ પોતાનું જીવન સમાપ્ત કરવા દેવાની પરવાનગી આપતાં ખરડાને સોમવારે રાજ્યના બંને ગૃહોમાં મંજૂર કરી ગવર્નરને મોકલી આપવામાં આવ્યો છે. ન્યુયોર્ક સેનેટ દ્વારા સોમવારે આ ખરડા પર આખી રાત ચર્ચા કરવામાં આવી હતી. ખરડાના તરફદારોએ આ ખરડાથી જીવલેણ બીમારીથી પીડાતાં લોકોને તેમની શરતે મરવાની તક મળશે  તેમ જણાવ્યું હતું તો વિરોધીઓએ સરકારે અસાધ્ય રોગોની સારવાર સુધારવા પર ભાર મુક્યો હતો અને ધાર્મિક કારણોસર ખરડાનો વિરોધ કર્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ