-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને તેમની સરકારને આજે ઉપરાઉપરી બે મોટા આંચકા સહન કરવા પડ્યા હતા. સવારે સુપ્રિમ કોર્ટ દ્વારા રાફેલ વિમાન સોદામાં અરજદારો દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાને માન્ય ગણીને તેના પર હવે નવેસરથી સુનાવણી કરવાનું ઠરાવતા, રાફેલમાં અમને સુપ્રિમની ક્લીન ચીટ મળી ગઇ છે... એવા ભાજપના અત્યારસુધીના પ્રચારનો ફુગ્ગો ફુટી ગયો હતો. નવેસરથી સુનાવણી મોદી સરકારને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ ઉપરાંત મોદી પર બનેલી વિવેક ઓબેરોય અભિનિત બાયોપિક ફિલ્મ “પીએમ નરેન્દ્ર મોદી” પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મોદી સરકારને એક આંચકો સુપ્રિમ કોર્ટે આપ્યો બીજો આંચકો ચૂંટણી પંચે આપ્યો છે.