ભારતમાં લોકડાઉન ઘણુ હળવુ થયા બાદ કોરોના કેસોની સંખ્યા સતત વધતી રહી છે. વિશ્વભરનાં સૌથી પ્રભાવીત ટોપ-ટેન રાષ્ટ્રોમાં ભારતે હવે તુર્કીને પાછળ છોડી દીધુ છે અને 9માં સ્થાને આવી ગયુ છે. ભારતમાં કોરોના કેસની કુલ સંખ્યા 1.65 લાખને વટાવી ગઈ છે અને મૃત્યુઆંક 4700 ની વધુ થઈ ગયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા કેસોની સંખ્યામાં 7000થી વધુનો ઉમેરો થયો છે.
ભારતમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોની સંખ્યા પણ ચીનને વટાવી ગઈ છે. દેશમાં 4700 થી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે ચીનમાં 4634 લોકો મોતને ભેટયા હતા. કોરોના સંક્રમિત લોકોની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વભરમાં ભારત 9માં સ્થાને આવી ગયુ છે. તુર્કી કરતા પણ વધુ કેસ થયા છે. અમેરીકા, બ્રાઝીલ, રશીયા, જર્મની, અને ઈટલી સ્પેન જેવા દેશોમાં જ ભારતથી વધુ કેસો છે. તુર્કી હવે 10 માં સ્થાને છે. જયારે કોરોનાનું સંક્રમણ જયાંથી શરૂ થયુ છે તે ચીન 13માં સ્થાને છે. કોરોના દર્દીઓ સાજા થવાના મામલામાં ભારત 10માં સ્થાને છે.