દેશ આજે 72મો આર્મી ડે મનાવી રહ્યો છે. સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ જણાવ્યું છે કે, ભારતીય સેના દેશની મૂલ્યવાન સંસ્થા છે. ભારતીય દેશમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. ચીન-પાકિસ્તાન સરહદ પર તહેનાત સૈનિકોએ સતર્ક રહેવું જોઇએ. આ અવસરે દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડમાં પરેડ થશે. જેમાં સેનાના કેપ્ટન તાનિયા શેરગિલ પુરુષ બટાલિયનનું નેતૃત્વ કરશે. જણાવી દઈએ કે તાનિયા 2017માં ચેન્નાઈની ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં જોડાઈ હતી. તેમણે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બી ટેક કર્યું છે.