ગ્વાલિયર સ્થિત રાજમાતા વિજયારાજે સિંધિયા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, 'ભારતીયતા આપણી ઓળખ છે અને રાષ્ટ્રીય ધર્મથી ઉપર કોઈ ધર્મ ન હોઈ શકે.' ધનખડે કહ્યું હતું કે, 'રાજમાતાનું જીવન પ્રેરણાદાયક રહ્યું છે. તેમણે પોતાનું આખું જીવન ત્યાગ અને સમર્પણ સાથે જીવ્યું. આજે ભારત પહલગામના પડકારનો સામનો કરી રહ્યું છે, પરંતુ આજે આપણી પાસે એક મજબૂત ભારત છે, જેની પાસે સક્ષમ નેતૃત્વ છે.'