પાકિસ્તાને બીએસએફના જવાનનું અપહરણ કરી લીધુ હતું, આ ભારતીય જવાન ૧૫ દિવસથી પાક. સેનાની કસ્ટડીમાં છે. એવામાં હવે પાક.ને તેની જ ભાષામાં જવાબ આપવા ભારતીય સેનાએ એક પાકિસ્તાની સૈનિકની સરહદેથી ધરપકડ કરી દીધી છે. આ પાકિસ્તાની રેન્જર ઉપરાંત બે જાસૂસોની પણ ધરપકડ કરાઇ છે.
સુત્રોએ જણાવ્યું હતું કે આ પાકિસ્તાની રેન્જરની જાસૂસીના આરોપ હેઠળ રાજસ્થાન સરહદેથી બીએસએફ દ્વારા ધરપકડ કરાઇ હતી. પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાને બીએસએફના જવાન પુર્ણમ કુમારની ૨૩મી એપ્રીલે પાક. સેનાએ ધરપકડ કરી હતી