ભારતમાં પૂરબહારમાં ખીલેલા ફિલ્મ, ટેલિવિઝન અને સ્ટ્રીમિંગ ઉદ્યોગે ૨૦૨૪માં દેશના અર્થતંત્રમાં ૬૧.૨ બિલિયન ડોલરનો ફાળો આપ્યો હતો.મુંબઈમાં આજે પૂરી થયેલી વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમીટ (વેવ્ઝ)માં મોશન પિક્ચર એસોસિયેશનના બહાર પાડવામાં આવેલા નવા રિપોર્ટમાં ભારતના સ્ક્રીન સેક્ટરે ભરેલી હરણફાળની ઝાંખી કરાવવામાં આવી છે. અહેવાલમાં જણાવાયા મુજબ ફિલ્મ ટેલિવિઝન અને સ્ટ્રીમિંગ સેક્ટરે દેશભરમા ૨૬.૪ લાખ રોજગારી પૂરી પાડીને અર્થતંત્રમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.