ખાલિસ્તાનીઓને સમર્થન અને ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નીજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાના આક્ષેપ મુદ્દે ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના સમયમાં કેનેડા અને ભારતના સંબંધો એકદમ તળીયે ગયા હતા. જોકે, માર્ક કાર્ની સરકારે ભારત સાથે સંબંધો સુધારાવાની શરૂઆત કરી છે, જેને પગલે સરકારે વર્ષ 2025 માટે પીજીપી પ્રોગ્રામ ખોલ્યો છે, જેના હેઠળ કેનેડામાં રહેતા ભારતીય મૂળના કેનેડિયનો અથવા સ્થાયી નિવાસી ભારતીયોને તેમના માતા-પિતા અથવા દાદા-દાદીને કેનેડા બોલાવવાની તક મળશે.