મંદિરમાં રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી હતી. ભગવાનના જન્મ પહેલા જ મંદિરમાં આરતીની તૈયારીઓ ચાલી રહી હતી. એકાએક પગથિયાંને ઢાંકતો ફ્લોર અંદર ખાબક્યો. મારી નજર સામે જેટલા પણ હતા, તે બધા પગથિયાંમાં સમાઈ ગયા. મેં મારી પોતાની આંખોથી મૃત્યુનું તાંડવ જોયું. મેં જોયું કે કેવી રીતે લોકો પગથિયાંમાંથી બહાર નીકળવા માટે તડપતા હતા.
અકસ્માત બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કલેક્ટર સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ પછી, તેમણે મૃતકોના પરિજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી. તેમજ ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે તેવી જાહેરાત કરી હતી. આ ક્રમમાં, કેન્દ્ર સરકારે પણ મૃતકોના નજીકના પરિજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી છે.