કુલભૂષણ જાધવ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) દ્વારા ભારતની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય અદાલતે પોતાના ૪૨ પાના ચુકાદામાં પાકિસ્તાન દ્વારા જાધવને અપાયેલી ફાંસીની સજા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. અદાલતે પાકિસ્તાનને ટકોર પણ કરી હતી કે, તેઓ જાધવને આપેલી ફાંસીની સજાની સમીક્ષા કરે અને તે અંગે ફેરવિચારણા કરે. તે ઉપરાંત જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવાનો પણ આદેશ આપ્યો હતો. આઈસીજીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, ભારતને કોન્સ્યુલર એક્સેસ ન આપીને પાકિસ્તાને વિયેના સંધીનો સીધી રીતે જ ભંગ કર્યો છે. પાકિસ્તાનમાં જાધવના કેસની ફેરવિચારણા કરવામાં આવે ત્યાં સુધી ફાંસીની સજા ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે.