દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પાર્ટીમાં જોડાયાં. જે. પી. નડ્ડાના હસ્તે તેમણે કેસરિયો ધારણ કર્યો. મીડિયાને સંબોધિત કરતી વખતે સિંધિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાનો આભાર માન્યો. સિંધિયાએ જણાવ્યું કે, મારા જીવનમાં બે દિવસ આવ્યા જેણે મને બદલી નાંખ્યો. પહેલો દિવસ 30 સપ્ટેમ્બર 2001, જે દિવસે મેં મારા પિતાને ગુમાવ્યા. બીજી તારીખ 10 માર્ચ 2020, જ્યારે તેમની 75મી વર્ષગાંઠ હતી.
સિંધિયાએ કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું કે, કોંગ્રેસ હવે આવી પાર્ટી નથી જે પહેલા હતી. મારા મતે આપણો ઉદ્દેશ જનસેવાનો હોવો જોઈએ. મારા પિતાજી અને મેં હંમેશા તેના પર જ કામ કર્યું છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કમલનાથ સરકાર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા જણાવ્યું કે, દેવામાફી અને રોજગાર મામલે મધ્ય પ્રદેશ સરકાર પોતાના વચનો પૂરા કરી શકી નથી. કોંગ્રેસ પાર્ટીમાં રહીને હું લોકોની સેવા કરી શકતો નહતો તેને કારણે દુ:ખી અને વ્યથિત થઈ ગયો હતો. વાસ્તવિકતાને સ્વીકારવામાં કોંગ્રેસ પાર્ટીએ આંખ આડા કાન કર્યા છે.