મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલને એક પત્ર લખીને 6 મંત્રીઓને હટાવવાની ભલામણ કરી છે. કમલનાથે રાજ્યપાલને લખેલા પત્રમાં તાત્કાલિક ધોરણે તેમના મંત્રીમંડળના 6 સભ્યોને હટાવવાનો આગ્રહ કર્યો છે. જણાવી દઈએ કે, કોંગ્રેસના 22 ધારાસભ્યોએ તેમનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે. આમ સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો, કમલનાથ સરકાર લઘુમતિમાં આવતી દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આજે (મંગળવારે) જ્યોતિરાદિત્ય સિંધિયાએ PM મોદી અને અમિત શાહ સાથે મુલાકાત યોજી કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું.