Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદના કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કની ડિસ્કવરી રાઈડ રવિવારે સાંજે તૂટી પડતાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા જ્યારે 26થી વધુ લોકો ઘાયલ થયા હતા. અહેવાલો મુજબ આ રાઇડ ક્ષતિગ્રસ્ત હતી તેમ છતાં સંચાલકે બેદરકારી દાખવી અને તેને ચાલુ રાખી હતી. આ પ્રકારની રાઇડને પ્રતિ અઠવાડિયે ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે. ઉલ્લેખનીય છે કે 6 દિવસ પહેલાં થયેલા ઇન્સપેક્શનમાં રાઇડ ક્ષતિગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું હતું.

આ મામલે પોલીસે રાઇડના સંચાલક સહિત 6 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદમાં ખુલાસો થયો છે કે રાઇડનું ઇન્સપેક્શન યોગ્ય રીતે નહોતું થયું. આ રાઇડના ઇન્સપેક્શન બાદ દર મહિને ઝૂના ડાયરેક્ટરને રિપોર્ટ સોંપવામાં આવતો હોય છે. છેલ્લો રિપોર્ટ 6 જુલાઇએ આપવામાં આવ્યો હતો.

મહત્વની ત્રણ બાબતોને અવગણવામાં આવી

કોન્ટ્રાક્ટરે પોતાના સેફ્ટી એક્સપર્ટ પાસેથી પણ રાઈડના સેફ્ટી પ્રમાણપત્ર લીધા હતા. જેનો એક રિપોર્ટ 6 જુલાઈએ જ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં રાઈડના નટબોલ્ટ રિપ્લેસ કરવા ઉપરાંત અન્ય ત્રણ બાબતો અંગે પણ તાકીદ કરવામાં આવી હતી. છતાં પણ આ અંગે કોઈપણ સતર્કતા નહીં રાખવાને કારણે રવિવારે આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, સંચાલક ઘનશ્યામ પટેલનો દાવો છે કે, વેકેશન પહેલાં નટ બોલ્ટ બદલવામાં આવ્યા હતા.

ઈસ્યૂ કરેલી કોપીમાં 24 રાઈડનું વર્ણન, 25મી હાથે લખાયું

એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડનું લાઈસન્સ પોલીસ દ્વારા આપવામાં આવે છે. પરંતુ આ લાઈસન્સ ઈસ્યૂ કરતા પહેલા સરકારના R&B વિભાગ દ્વારા મિકેનિકલ ઈન્સ્પેક્શન કર્યાનું પ્રમાણપત્ર અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર આપવામાં આવે છે અને તે પછી પોલીસના લાઈસન્સ વિભાગ દ્વારા લાઈસન્સ આપવામાં આવે છે. લાઈસન્સ શાખાએ ઈસ્યૂ કરેલી કોપીમાં 24 રાઈડનું વર્ણન કરાયું છે અને 25 નંબરે ડિસ્કવરી રાઈડ હાથથી લખી દેવાયું છે. આ એક તપાસનો વિષય છે.

ડિસ્કવરી રાઈડ તૂટી પડવા મામલે મણિનગર પોલીસે ભાજપના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ તેના પુત્ર સહિત છ લોકો સામે બેદરકારી બદલ મોતનો ગુનો નોંધ્યો છે. એમ્યુઝમેન્ટ 2 ચાલવવા કોર્પોરેશને પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ ઘનશ્યામ પટેલની કંપની સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. 26 ડિસેમ્બર 2014થી આ પાર્ક શરૂ કરવામાં આવ્યો હતો.

આરોપીઓના નામ
ઘનશ્યામ કાનજી પટેલ(સંચાલક)
ભાવેશ ઘનશ્યામ પટેલ(સંચાલક)
તુષાર મધુકાત ચોકસી(મેનેજર)
યસ ઉર્ફે વિકાસ ઉર્ફે લાલા મહેન્દ્રભાઈ પટેલ(રાઈડ ઓપરેટર)
કિશન મહંતી(રાઈડ ઓપરેટર)
મનીષ સતીષ વાઘેલા(હેલ્પર)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ