BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજે સૌને હાર્દિક અપીલ કરતાં જણાવ્યું છે કે, ‘વર્તમાન સમયે ભારત અને વિશ્વના અનેક દેશો ભયાનક કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. વિશ્વના ઈતિહાસમાં કદાચ આટલું મોટું સંકટ ક્યારેય આવ્યું નહીં હોય. આ સંકટમાંથી સૌને ઉગારવા માટે સરકાર, આરોગ્ય તંત્ર તેમજ અનેક લોકો પોતાના જીવનું જોખમ ઉઠાવીને દિવસ-રાત પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ એમનો બોજ ઘટાડવા માટે, આપણી તથા સમાજની સલામતી માટે, સૌ પોતાના ઘરમાં જ રહે તે અતિઆવશ્યક છે.’