મહારાષ્ટ્ર માં શિવસેના ની આગેવાનીવાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી રાજ્યમાં શિક્ષણમાં મુસ્લિમોને અનામત આપી શકે છે. તેની જાહેરાત નેશનાલિસ્ઠ કૉંગ્રેસ પાર્ટી ના નેતા નવાબ મલિક એ કરી. શુક્રવારે વિધાન પરિષદમાં તેઓએ જણાવ્યું કે મુસ્લિમ સમાજને અનમાત આપવામાં આવશે. મલિકે કહ્યું કે તેના માટે સરકાર વટહુકમ લાવશે. રાજ્ય સરકારમાં લઘુમતી મંત્રી નવાબ મલિકે કહ્યું કે અગાઉની સરકાર એ શિક્ષણમાં મુસ્લિમોને 5 ટકા અનામત નહોતું આપ્યું. આ સરકાર અનામત આપશે. મળતી જાણકારી મુજબ, મહારાષ્ટ્રમાં વિધાનસભાનું બજેટ સત્ર પૂરું થતાં પહેલા મુસ્લિમોને શિક્ષણમાં પાંચ ટકા અનામત આપવામાં આવશે. મળતી માહિતી મુજબ અગાઉની સરકારમાં કોર્ટના ચુકાદો આવ્યા બાદ પણ બીજેપી વટહુકમ નહોતી લાવી. મંત્રીએ કહ્યું કે નોકરીમાં અનામતને લઈને કાયદાકિય સલાહ લેવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેના પર નિર્ણય લેવામાં આવશે.