Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગાંધીનગરની મહર્ષિ અત્રિ માધ્યમિક શાળામાં ધોરણ-9માં અભ્યાસ કરતા અને સામાન્ય પરિસ્થિતિમાંથી આવતા મહેન્દ્ર ધનાભાઈએ જુનાગઢ ખાતે યોજાયેલી રમત સ્પર્ધામાં નેશનલ લેવલે ગોલ્ડ મેડલ મેળવીને ન કેવળ શાળાનું નામ રોશન કર્યું છે પણ સમગ્ર જિલ્લા અને રાજ્યનું નામ ગૌરવવંત કર્યું છે. અહીં સામાન્ય શબ્દ પ્રયોજવાનો ખાસ હેતુ એ છે કારણ કે મહેન્દ્રના પિતા છૂટક મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે પુત્રનું નેશનલ લેવલે ઝળકવું એ અસામાન્ય વાત જ કહેવાય. જણાવી દઈએ કે, મહેન્દ્રએ નેશનલ લેવલે ટેકવોન્ડો કોર્ષમાં ભ્રુસુ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. 

કોચ પણ મેળવી ચૂક્યા છે ઇન્ટરનેશનલ લેવલે ગોલ્ડ મેડલ

મહેન્દ્રની સફળતા માટે કોચ પાર્થ વિમલેશભાઈ પટેલ કે જેઓ મહર્ષિ અત્રિ શાળાનાં જ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તેમનો પણ વિશેષ ફાળો રહેલો છે. નોંધનીય છે કે, અગાઉ પાર્થ ટેકવોન્ડો સ્પર્ધામાં ઇન્ટરનેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. જેનું આયોજન ચાઈના ખાતે કરવામાં આવ્યું હતું.  

શાળામાં આપવામાં આવે છે ખાસ તાલીમ

મહર્ષિ અત્રિ માધ્યમિક શાળામાં વ્યક્તિગત ઘડતર માટે ગીતા, વેદ, સૂર્યોપાસના, યોગ-પારાયણ અને ગીતા અધ્યયન નિયમિત રૂપે કરાવવામાં આવે છે.

બીરેન પાધ્યા અને સ્લમશાઈન ઓર્ગેનાઈઝેશન દ્વારા ઝુપડપટ્ટીના છોકરાઓને સારી સ્કૂલોમાં ભણવા મુકવામાં આવે છે. આં વિદ્યાર્થી સ્લમશાઈન ઓર્ગેનાઈઝેશન નુજ એક પરિણામ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ