મધ્ય પ્રદેશના સિવનીમાં એનએચ 44માં ચોરગરઠિયા ગામમાં ગુરૂવારે રાત્રે લગભગ 11 વાગ્યે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉત્તર પ્રદેશના બનારસથી મહારાષ્ટ્રના અકોલા પરત ફરી રહેલા કાવડિયાઓને ડમ્પરે કચડી નાંખ્યા હતા, જેમાં ઘટનાસ્થળે બે લોકોના મોત નિપજ્યા હતા અને 9 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હાલ, તમામ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.