એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરૂવારે ૭૫૦ કરોડ રૂપિયાના નકલી જીએસીટ ચલણ બનાવવાના કેસમાં ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં નવેસરથી દરોડા પાડયા હતાં તેમ સત્તાવાર સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ત્રણ રાજ્યોના ઓછામાં ઓછા એક ડઝન પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં.