મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે થોડીક વારમાં મતગણતરી શરૂ થવાની છે. ઉલ્લેખનીય છે કે અહીં 40 વિધાનસભા બેઠકો પર મતદાન પૂરું થઈ ગયું છે અને અહીં મિઝો નેશનલ ફ્રન્ટ, જોરમ પીપલ્સ મૂવમેન્ટ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ચૂંટણીપંચે એક નોટિફિકેશન જાહેર કરીને અન્ય ચાર રાજ્યોની સાથે મતગણતરી કરવાનું ટાળતાં 3ની જગ્યાએ 4 તારીખે મિઝોરમમાં મતગણતરી કરવાની જાણકારી આપી હતી. ખ્રિસ્તી ધર્મના લોકો માટે રવિવારનો દિવસ પવિત્ર મનાતો હોવાથી તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો હતો.