મોડાસા જીઆઇડીસીમાં આવેલી બિસ્કિટ બનાવતી કંપનીમાં ગત મોડી રાત્રે એકએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગનો કોલ મળતા જ મોડાસા ફાયર ફાઈટરની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ આગમાં ફેકટરી બળીને ખાખ થઇ જતા 100 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાની જીઆઇડીસીમાં આવેલી બેકવેલ બિસ્કિટ કંપનીમાં ગત મોડી રાત્રીના સુમારે એકાએક અચાનક ભયાનક આગ લાગી હતી. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ બેકવેલ બિસ્કિટની આખી ફેકટરી આગની જ્વાળાઓમાં લપેટાઇ ગઇ હતી. આ બેકવેલ બિસ્કિટ એ અરવલ્લી જિલ્લામાં આવેલી સૌથી મોટામાં મોટી ફેક્ટરી છે. આ ફેક્ટરીમાંથી બિસ્કિટ બનાવીને વિદેશમાં એક્સોપોર્ટ કરવામાં આવતા હતા.