ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉત્તરકાશીના ધરાલી ગામમાં વાદળ ફાટવાની ઘટના બાદ વ્યાપક વિનાશ થયો છે. અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો હજુ પણ લાપતા છે. આ કુદરતી આફત વચ્ચે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
ધરાલીમાં વાદળ ફાટ્યા બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 138 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ કામગીરીમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર, સેના, ITBP, SDRF, અને NDRFની ટીમો જોતરાઈ છે