કોરોના વાયરસના કારણે ભારતના અર્થતંત્રને મોટો ફટકો વાગે તેવા એંધાણ વરતાઈ રહ્યા છે. જેના પગલે આંતરરાષ્ટ્રિય રેટિંગ એજન્સી મૂડીઝે વર્ષ 2020 માટે ભારતના GDP ગ્રોથના અનુમાનને ઘટાડીને 5.3 ટકા કરી દીધું છે. મૂડીઝે ફેબ્રુઆરીના પોતાના ગત અનુમાનની તુલનામાં 10 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો કર્યો છે. આ પહેલા મૂડીઝે 2020માં ભારતનો GDP ગ્રોથ 5.4 ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યું હતું. જ્યારે 2021માં ગ્રોથ રેટ 6.6 ટકાનો રહેશે તેવુ અનુમાન કરાયુ હતુ.જે હવે ઘટાડીને 5.8 ટકા રહેશે તેમ મૂડીઝનુ કહેવુ છે.