નિર્ભયા દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપી પવન ગુપ્તાની સ્પેશિયલ લીવ પિટીશન (SLP) મામલે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આરોપી પવન ગુપ્તાની અરજી ફગાવી છે. પવનના વકીલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં પવનને ગુનાના સમયે સગીર ગણાવ્યો હતો. પવન ગુપ્તાના વકીલ એપી સિંહે સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે, નીચલી અદાલતે ઉતાવળમાં ચુકાદો આપ્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ પવનની અરજીને ફગાવી દીધી હતી.