સર્વોચ્ચ અદાલતે વર્ષ 2012ના નિર્ભયા સામુહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલા ચાર આરોપીઓમાંથી એક પવન કુમાર ગુપ્તાની ક્યૂરેટિવ પિટીશન સોમવારે ફગાવી દીધી છે. પવને ગુનો આચરતા સમયે પોતે સગીર હોવાનો દાવો કરતા ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવા માટે આગ્રહ કર્યો હતો. જણાવી દઈએ કે, આરોપીઓમાંથી એક માત્ર પવન પાસે જ ક્યુરેટિવ પિટીશન દાખલ કરવાનો વિકલ્પ બચ્યો હતો. ક્યૂરેટિવ ઉપરાંત પવન ગુપ્તા પાસે હજુ પણ દયાની અરજીનો વિકલ્પ બાકી બચ્યો છે. જણાવી દઈએ કે, કોર્ટે નિર્ભયાના તમામ ગુનેગારોને 3 માર્ચની વહેલી સવારે ફાંસી આપવાનો આદેશ આપ્યો છે.
શું પવન ટાળી શકશે ફાંસીની સજા?
સુપ્રીમ કોર્ટે આરોપી પવનની ક્યૂરેટિવ પિટીશન ભલે ફગાવી દીધી હોય, પરંતુ તેની પાસે હજુ પણ એક વિકલ્પ બાકી છે. જેનાથી તે ફરીથી એક વખત પોતાની ફાંસીની સજા ટાળી શકે છે. જો પવન ગુપ્તા પોતાની દયા અરજી દાખલ કરશે, તો એવામાં તેની ફાંસી ફરીથી એક વખત ટળી શકે છે.
કોર્ટમાં પહેલા જ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, ચારે આરોપીઓને એક સાથે ફાંસી થશે. આ ઉપરાંત નિયમ છે કે, જો રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી મૂકવામાં આવી હોય અને તે રદ્દ થઈ જાય, તો તેના 14 દિવસ બાદ જ ફાંસી શક્ય બને છે.