Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • આમ તો છેલ્લા ૧૭ વર્ષથી સતત ગુજરાતી ફિલ્મોને એવોર્ડ આપી જીવંત રાખતા એવોર્ડના નોમીનેશન્સ ગઈકાલે અમદાવાદ ખાતે જાહેર કરવામાં આવ્યા. જ્યાં ઉપસ્થિત ફિલ્મો, નાટકો અને ટીવી પડદાના દરેક કલાકારોએ તાળીઓ પાડી નોમીનેટ થયેલા કલાકારોને બિરદાવ્યા. આમ પણ ટ્રાન્સમીડિયાના મેનેજીંગ ડિરેક્ટર શ્રી જસ્મીન શાહ દ્વારા આયોજિત ‘ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ’ માં સૌપ્રથમ ફક્ત ૮ ગુજરાતી ફિલ્મોએ જ ભાગ લીધો હતો. અત્યારે જયારે ટ્રાન્સમીડિયા ૧૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે ઘણા ફેરફારો થઇ રહ્યા છે. વાત તેમના સહાયકોની કરીએ તો બે વર્ષ પહેલા ભ.જો. તરીકે જાણીતા ભરત જોશી વિદાય તથા હમણાં જ શ્રી જસ્મીન શાહના માતુશ્રી સ્વ. ચંદનબેન શાહ અને પ્રથમ વર્ષથી જ ટ્રાન્સમીડિયા એવોર્ડમાં શ્રી જસ્મીન શાહ સાથે જોડાયેલા સ્વ. મનોહર કાનુનગોને ટ્રાન્સમીડિયા પરિવારે ગુમાવ્યા છે. જસ્મીન શાહના પહેલા શબ્દો હમેશા ‘માં માતૃભુમી અને માતૃભાષાને વંદન’ એમ જ રહેતા. તે પણ યાદ કરવું રહ્યું. માનસિક રીતે તૈયાર ન હોવા છતાં જસ્મીન શાહ આ વર્ષે પણ ગુજરાતના કલાકારોને બિરદાવી રહ્યા છે. જેમની સ્થિતિ સમજી શકાય છે.

    દર વર્ષે આ એવોર્ડમાં હવે થોડા અંશે ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં પહેલા મહારથી એવોર્ડ આપવામાં આવતો હતો જેનું નામ બદલી હવે સ્વ. ગોવિંદભાઈ પટેલ મહારથી એવોર્ડ નામ આપવામાં આવ્યું છે. જેને શ્રી ઇન્દ્રકુમાર અને અશોક ઠાકરિયાને એનાયત કરવામાં આવશે. ટ્રાન્સમીડિયા સ્વ. હેમુ ગઢવી જાણીતા પાર્શ્વગાયક શ્રી કરસન સાગઠીયાને, ટ્રાન્સમીડિયા જૈન રત્ન એવોર્ડનું નામ બદલીને હવે સ્વ. મનોહર કાનુનગો જૈન રત્ન એવોર્ડ શ્રી જયંતીલાલ ભીમરાજ જૈનને, ટ્રાન્સમીડિયા શ્રી મહેશ – નરેશ એવોર્ડ સંગીતકાર બેલડી સચિન – જીગર ને, ટ્રાન્સમીડિયા વિશેષ એવોર્ડ જાણીતા લોકગાયિકા ગીતા રબારીને, ટ્રાન્સમીડિયા લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ (પુરુષ) શ્રી હોમી વાડિયાને તથા ટ્રાન્સમીડિયા લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ (સ્ત્રી) સુ શ્રી ગોપી દેસાઈને એનાયત કરવામાં આવશે. વધારેમાં ત્યાના માહોલની વાત કરીએ તો દરવર્ષે નોમીનેશન ઇવેન્ટમાં શ્રી જસ્સ્મીન શાહ દ્વારા ટ્રાન્સમીડિયાના આઈડિયાની વાત આ વર્ષે ન થઇ. જે છેલ્લા ૧૭ વર્ષથી ચાલી આવતી પરંપરા તૂટી છે. કદાચ ગયા વર્ષના મારા જ એક આર્ટીકલ ‘ટ્રાન્સમીડિયાનો આઈડિયા કોનો?’ ની અસર અથવા તેઓ વાંચી ગયા હશે. ખેર તેમની આ હિંમતને દાદ આપવી પડે. જે ફક્ત એકલવીર આટલું મોટું આયોજન સફળતાપૂર્વક ૧૭ – ૧૭ વર્ષથી કરી રહ્યા છે. સાથે જ તેમના સાથીઓ શ્રી રાજુ સાવલા, શ્રી જીગ્નેશ ભુતા, શ્રી અભિલાષ ઘોડા, શ્રી દીપક અંતાણી, શ્રી રાજકુમાર જાની, કુ. ભૂમિકા શાહને પણ અભિનંદન કે તેઓ સહર્ષ આ કામમાં સામેલ છે. છતાં આ વખતનો તેમનો એક નિર્ણય યોગ્ય લાગ્યો. જેમાં જો કોઈ વિજેતા થાય અને જો તે ત્યાં હાજર નહિ હોય તો તે એવોર્ડ વિજેતા નં ૨ ને આપવામાં આવશે. આવા થોડાઘણા ફેરફારો સાથે ૨૦૧૮ની ફિલ્મોને ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ આપવામાં આવશે. ગુજરાતી ફિલ્મોમાં સિદ્ધાર્થ રાંદેરીયા અભિનીત અને જયંત ગીલાતર દિગ્દર્શિત ‘નટસમ્રાટ’ ફિલ્મને ૧૨ નોમીનેશન્સ સાથે પ્રથમ છે. ઓક્સીજન, પાઘડી અને રેવા ફિલ્મોને ૧૧, ૧૧ નોમીનેશન્સ મળ્યા છે. ‘લાંબો રસ્તો’ ફિલ્મને ૯ નોમીનેશન્સ મળ્યા છે. શરતો લાગુ અને એક રાધા એક મીરાં ને ૮, ૮ નોમીનેશન્સ મળ્યા છે. ‘ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ’ ફિલ્મે ૭ નોમીનેશન્સ મેળવ્યા છે. બેક બેન્ચર અને આઈ એમ. એ. ગુજ્જુ ફિલ્મોએ ૪, ૪ નોમીનેશન્સ મેળવ્યા છે. બગાવત અને બેફામ જેવી ફિલ્મોએ ૩, ૩ નોમીનેશન્સ સાથે આ રેસમાં સામેલ છે. ‘ગુજરાતી વેડિંગ ઇન ગોઆ’ ફિલ્મને ૨ નોમીનેશન્સ અને ધાકડ, ઊંધીનાપુર, મિજાજ, ગૌરક્ષક અને રૂપિયો નાચ નચાવે ફિલ્મોને ૧, ૧ નોમીનેશન મળ્યા છે.

  • વર્ષે તિહાઈ ગ્રુપના સથવારે મનોરંજન જગતના જાણીતા ચહેરાઓ જેવા કે હિતુ કનોડિયા, મોના થીબા, ચંદન રાઠોડ, કોમલ ઠક્કર, ભક્તિ કુબાવત, જાનકી વૈધ, જીગરદાન ગઢવી, ગીતા રબારી, કિરણ ચાર્ય, અલીશા પ્રજાપતિ પોતાના જાનદાર પર્ફોમન્સ પનાર છે. ચાલુ વર્ષે આતંકવાદી હુમલામાં અને સર્જીકલ સ્ટ્રાઈકમાં આપણે આપણા જવાનો ગુમાવ્યા છે તે વીર શહીદ જવાનોને ખાસ શ્રધ્ધાંજલિ રૂપે એક ખાસ પર્ફોમન્સ જાણીતા સંગીતકાર શ્રી પંકજ ભટ્ટના સંગીતમાં તૈયાર કરવામાં આવ્યું છે તેમાં સ્વર આપ્યો છે શ્રી યોગેશ ગઢવી અને આદિત્ય ગઢવીએ. તો ટ્રાન્સમીડિયા ૧૮ મુ વર્ષ સંપન્ન કરવા જઈ રહ્યું છે ત્યારે ૧૮ વર્ષની સિધ્ધિની ગાથા રજૂ કરતુ એક ખાસ થીમ સોંગ શ્રી અભિલાષ ઘોડાએ લખ્યું છે અને શ્રી મૌલિક મહેતાએ સ્વરબધ્ધ કર્યું છે. જેની સમગ્ર કોરીઓગ્રાફી જાણીતા કોરિયોગ્રાફર કૃણાલ સોની સંભાળી રહ્યા છે. તો ડ્રેસ ડીઝાઇન અનેક ફિલ્મોના ડ્રેસ ડીઝાઇનર તરીકે સેવાઓ આપનાર પૌરવી જોશી સંભાળે છે. આ વર્ષે પણ દરવર્ષની માફક ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ટ્રાન્સમીડિયાને સહકાર સાંપડ્યો છે. જયારે ઇસ્કોન ગ્રુપના શ્રી પ્રવીણ કોટક અને જસ્મીન શાહ ના અમદાવાદ ખાતેના મિત્રોનો પણ અદભુત સહકાર સાંપડ્યો છે. જયારે રેડીઓ પાર્ટનર તરીકે RED FM ટ્રાન્સમીડિયા સાથે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ