Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદની ફિલ્મ પ્રોડક્શન કંપની 'મોશન માસ્ટર્સ'ની 6.22 મિનિટની 'નઝરિયા' શોર્ટ ફિલ્મ જર્મનીમાં તા.20-05-2020ના રોજ યોજાયેલા 'ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ' (IFF)માં ફર્સ્ટ રનર અપ બની છે અને તેણે અમદાવાદ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં 'શોર્ટ ટેક્સ સીઝન-10'માં દર્શાવવામાં આવી હતી. આ સ્પર્ધા પોકેટ ફિલ્મ્સ અને IFF-Stuttgart દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવી હતી. સ્પર્ધામાં પ્રથમ ત્રણનું સ્થાન પ્રાપ્ત કરનારી ફિલ્મોનું સ્ક્રિનિંગ કોરોના મહામારીના કારણે ઓનલાઈન જુલાઈ માસમાં કરવામાં આવશે એમ પોકેટ ફિલ્મ્સ દ્વારા જણાવવામાં આવ્યું છે.

       'નઝરિયા' ફિલ્મમાં સામાજિક વાર્તાને વણી લેવામાં આવી છે. તેમાં એક યુવતીનો બાથરૂમમાં સ્નાન કરતો વિડિયો ઉતારનારા તેના બે સગા ભાઈઓને ખબર જ હોતી નથી કે તેઓ પોતાની જ બહેનનો એ પ્રકારનો વિડિયો ઉતારી રહ્યા છે કે જ્યારે તેઓ ખરેખર તો બહેનની બીજી યુવાન મિત્રનો વિડિયો ઉતારવા માંગતા હતા. જ્યારે તેમને ખબર પડે છે કે તેમણે પોતાની બહેનને જ અર્ધનગ્ન જોઈ છે ત્યારે તેઓ ભારે શરમ અનુભવે છે. તેઓ બીજી યુવતી માટે જે ઈચ્છે છે તે પોતાની બહેન સાથે થાય તેમ ઇચ્છતા નથી. આ તેમનું બેવડું ધોરણ છે અને તે આ ફિલ્મમાં અત્યંત સરસ રીતે નિરૂપણ પામ્યું છે.

        મોશન માસ્ટર્સ ગુજરાતના યુવાનોની ટીમ છે કે જેના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના દિગ્દર્શક રિશીલ જોશી છે અને નિર્માતા તથા કહાની લેખક ઋતુ શાહ છે. મોશન માસ્ટર્સના સર્જક નિર્માતા શાશ્વત શાહ દ્વારા આ ફિલ્મ રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં દિવ્યા ભટ્ટ, યુવરાજ ગઢવી, ગીત બ્રહ્મભટ્ટ, કમલેશ પરમાર અને બીના શાહ દ્વારા અભિનય પાથરવામાં આવ્યો છે.

       આ સ્પર્ધામાં ભારતની જ 'નૂર' નામક ફિલ્મને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો હતો અને 'નઝરિયા' ફિલ્મ ફર્સ્ટ રનર અપ બની હતી. સેકન્ડ રનર અપ તરીકે 'સેટરડે નાઇટ્સ' પસંદ થઈ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ