Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડોદરાથી પ્રકાશિત થતા “ફીલિંગ્સ” સામાયિક (તંત્રી – અતુલ શાહ) દ્વારા ૨૦૧૧ માં અનોખો દીપોત્સવી વિશેષાંક પ્રકાશિત કરવામાં આવ્યો. આ અંકનો વિષય હતો “સંગીત વિશેષ”. સંગીત આકાશના ઝળહળતા ગુજરાતી તારલાઓની વિસ્તૃત વિગત. ગઝલો, કાવ્યો અને ગીતોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો. તેમાંથી માણીએ કેટલાક સુપ્રસિદ્ધ સંગીતકારોનો ટૂંકમાં પરિચય.

દિલીપ ધોળકિયા 

દિલીપ ધોળકિયા એટલે એવો ઝળહળતો તારલો કે જે ગુજરાતી સંગીતાકાશમાં સદાય ચમકતો જ રહેશે. ગુજરાતી ગીત – સંગીતમાં એમનું યોગદાન અનન્ય છે. ગુજરાતીમાં તેમના ઘણા સ્વરાંકનો છે. તેમણે ઘણા ગીતો ગાયા છે. છતાં “તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી.....” એ ગીતના ગાયક તરીકે ઘણી નામના મેળવી છે. એમના જ શબ્દોમાં કહીએ તો દસ હજાર પર્ફોમન્સમાં પંદર હજાર વાર આ ગીત ગાયું હશે. એ સિવાય “એક રજકણ.....” પણ એમનું ખૂબ સરસ કમ્પોઝીશન છે. જે લતાજીએ ગાયું છે. ગુજરાતી ફિલ્મ ‘સત્યવાન સાવિત્રી’ ના લતા – રફીએ ગાયેલા તેમના ગીતો યાદગાર બની રહ્યા. આ ઉપરાંત તેમણે ‘મેના ગુર્જરી’, ‘ડાકુરાણી ગંગા’ અને ‘જાલમસંગ જાડેજા’ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. ‘જાલમસંગ જાડેજા’ નું ભુપીન્દર એ ગાયેલું ગીત “એકલા જ આવ્યા મનવા.....” ઘણું લોકપ્રિય થયું છે. હિન્દી ફિલ્મ સંગીતક્ષેત્રે ચિત્રગુપ્ત અને એસ.એન.ત્રિપાઠીના સહાયક તરીકે એમણે ખૂબ કામ કર્યું છે. સુગમ સંગીતક્ષેત્રે ફિલ્મ સંગીતના પ્રમાણમાં કદાચ થોડું ઓછું કામ કર્યું હશે. પણ જેટલું કર્યું છે તેની સાદર નોંધ લેવી જ પડે. જૂનાગઢમાં જન્મેલા દિલીપ ધોળકિયા આમ તો નાગર કુટુંબના પરંતુ તેનું કુટુંબ સ્વામીનારાયણ સંપ્રદાયનું સત્સંગી કુટુંબ. તેમના દાદા કે જેઓ મંદિરમાં કિર્તનો સરસ ગાતા એટલે એમનો પ્રભાવ પણ દિલીપ ધોળકિયા પર ખરો.. 
૧૯૪૨ માં મુંબઈ આવ્યા પછી સંગીતની કારકિર્દી મુંબઈમાં શરૂ થઇ. અવિનાશ વ્યાસના સહાયક રમેશ દેસાઈ અને આસિત દેસાઈના કાકા અને વાયોલીનવાદક બીપીન દેસાઈ સાથે એમની ઓળખાણ થઇ. તેમણે દિલીપ ધોળકિયાનો અવાજ સારો હોઈ પદ્ધતિસરની તાલીમ લેવાની સલાહ આપી એટલે એમણે પાંડુરંગ આંબેડકર પાસે શીખવાનું ચાલુ કર્યું. દરમિયાન ગુજરાતના શિવકુમાર શુકલના ગુરુભાઈ પાસે તાલીમ લીધા બાદ સાન્તાક્રુઝ મ્યુઝીક સર્કલના શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો ખાસ સાંભળતા. શરૂઆતના સંઘર્ષ બાદ ફિલ્મ લાઈનમાં કામ મળ્યું. “પ્રાઈવેટ સેક્રેટરી” સહિત કેટલીય હિન્દી ફિલ્મોમાં તેમના ગીતો લોકપ્રિય નીવડ્યા હતા. જેમ કે, “જા જા રે બેઈમાન, જા જા રે ચંદા, ઓ સાંવરે.....”. લતા મંગેશકરની લંડનના આલ્બર્ટ હોલમાં ગવાયેલા ફિલ્મી ગીતોની એલ.પી. માં દિલીપ ધોળકિયાએ સ્વરબદ્ધ કરેલું એકમાત્ર ગુજરાતી ગીત લેવાયું હતું. “રૂપલ મઢી છે સારી રાત.....”.

 દિલીપ ધોળકીયાના લોકપ્રિય ગીતો 
 ૧. તારી આંખનો અફીણી.....
 ૨. એકલા જ આવ્યા માનવા.....
 ૩. એક રજકણ......
 ૪. ના ના નહિ આવું......
 ૫. હરિના છઈએ......

ક્ષેમુ દિવેટિયા 

ક્ષેમુ દિવેટિયા એટલે ઓલ ઇન્ડિયા રેડિયોના માનય ગાયક – સ્વરકાર, સુગમ સંગીત સંમેલનોમાં સંચાલક, સંગીત નૃત્ય નાટિકાઓ, સંગીત રૂપકો અને નાટ્યસંગીતના સંગીત નિર્દેશક. ગુજરાત રાજ્ય ગુજરાતી ચલચિત્ર કરમુક્તિ સમિતિ તેમજ ગુજરાત રાજ્ય સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમીના ભૂતપૂર્વ સભ્ય તથા “સંગીતસુધા” નામની ગુજરાતના ૩૫ કવિઓના ગીતો ૨૬ જુદા કલાકારોના કંઠે ગવાયેલા સુગમ સંગીતના ગીતો, ગરબા, ગઝલ અને ભજનની અનોખી દસ કેસેટ્સના સેટના પ્રસ્તુતકર્તા. ક્ષેમુ દિવેટિયા એટલે ગુજરાત રાજ્ય “ગૌરવ પુરસ્કાર” ના અધિષ્ઠાતા અને ગુજરાતી ફિલ્મ ‘કાશીનો દીકરો’ ના શ્રેષ્ઠ સંગીતકાર. ક્ષેમુ દિવેટીયાએ નાનપણમાં જયસુખલાલ ભોજક પાસે સંગીતની તાલીમ લીધી. ત્યારબાદ હમીદ હુસૈનખાં અને વી.આર.આઠવલે પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. સ્વરરચનાની શરૂઆત આકાશવાણી અને નાટ્યસંસ્થા “રંગમંડળ” ને લીધે શરૂ કરી. ૧૯૫૧ માં એ વખતના મધુર ગાયિકા સુધા લાખિયા સાથે લગ્ન કર્યા અને ત્યાર પછી સંગીત યાત્રાના અનેક મુકામો સર કર્યા. ૧૯૫૯ માં અમદાવાદમાં રેડિયોની શરૂઆત થઇ ત્યારે એમને ગાવાની તક મળી હતી. જો કે સુગમ સંગીતની સફર “શ્રુતિવૃંદ” માં જોડાયા પછી વધુ વિસ્તરી. નોંધનીય છે કે “કેવા રે મળેલા મનના મેળ.....” તેમનું ખૂબ સરસ સ્વરાંકન છે. આ ગીત સૌથી પહેલા ૧૯૫૦ ની સાલમાં રેડિયો પર તેમણે અને તેમના પત્ની સુધા બહેને ગાયું હતું. ત્યારબાદ પ્રસિદ્ધ નાટ્યકર્મી પ્રવીણ જોશીએ એને ‘સપ્તપદી’ નાટકમાં લીધું. પછી ‘શ્રવણમાધુરી’ ની એલ.પી. માં ગવાયું. છેલ્લે ગુજરાતી ચલચિત્ર “કાશીનો દીકરો” માં લેવાયું. ‘સપ્તપદી’ થી એ વધારે લોકપ્રિય બન્યું હતું. ‘ચિત્રાંગદા’ નું સંગીત પણ તેમણે જ આપ્યું હતું.
તે વખતના અગ્રગણ્ય નાટ્ય દિગ્દર્શકોથી લઈને આજના સુરેશ રાજડા સુધીના દિગ્દર્શકોના નાટકોમાં તેમણે સ્વરનિયોજન કર્યું છે. આઈ.એન.ટી. ના ઘણા નાટકોમાં સંગીત આપ્યું છે. થોડા સમય અગાઉ તેમણે ‘લિખિતંગ રાધા’ શીર્ષક હેઠળ તુષાર શુકલના ગીતો કમ્પોઝ કર્યા હતા. તેઓ કહે છે કે “લોકોને ગમે એવું સંગીત આપવા જઈએ તો ગાડી આડે પાટે ચડી જાય. સંગીતનો મૂળ હેતુ માર્યો જાય. સુંદર સ્વરાંકન રચવા માટેના અનેક અભિગમોમાંનો એ એક હોઈ શકે. જનરૂચી એ રીતે કેળવવી જોઈએ કે કવિતાનું ધોરણ ઊંચું હોય. ઢાળ બને એટલા સરળ બનાવવા જોઈએ. ગાનાર તૈયાર હોવો જોઈએ. લોકોને ગમે એવું આપવા માટે આજે એક જુદી જ સ્કુલ ઉભી થઇ છે. રમતિયાળ કૃતિઓ હોય. પરંતુ એ બધું સભારંજનમાં ચાલે. દસ્તાવેજીકરણ કરવામાં સારૂ ન લાગે. ગીતને તમે રોમેન્ટિક બનાવી શકો, હિલેરીયસ બનાવી શકો, પણ કાવ્યાત્મકતા, કાવ્યત્વ નીચું ન ઉતરવું જોઈએ.”

 ક્ષેમુ દિવેટિયાના લોકપ્રિય ગીત 
 ૧. રાધાનું નામ તમે......
 ૨. ઝીણા ઝીણા રે આંકેથી.....
 ૩. ચાલ સખી પાંદડીમાં......
 ૪. આજ મેં તો.....
 ૫. દાન કે વરદાન......

 સીને રિપોર્ટર ગજ્જર નીલેશ

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ