Know your World in Just 60 Words!
Read news in 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૨૦૨૦ નું લગભગ આખું વર્ષ અતીશય કષ્ટદાયક રહ્યું ત્યારે ૨૦૨૧ ની શરૂઆત માં જ હતાશ થઇ ગયેલા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે અમદાવાદ ની જાણીતી ઇવેન્ટ મેનેજમેન્ટ અને એન્ટરટાઇનમેન્ટ કંપની તીહાઇ - ધ મ્યુઝીક પીપલ દ્વારા Gujarat Tourism Film Excellence Awards Gujarati ની જાહેરાત કરી, માસ્ટર સ્ટ્રોક મારવામાં આવ્યો છે. આ સમગ્ર ઇવેન્ટ ને ગુજરાત ટુરીઝમ, રણોત્સવ ટેન્ટ સીટી સહિત અનેક દિગ્ગજ પ્રાયોજકો નો ટેકો મળ્યો છે.

સમગ્ર પરીકલ્પના આ પ્રકારની ઇવેન્ટ ના માસ્ટર માઇન્ડ કહી શકાય તેવા અભિલાષ ઘોડા એ તૈયાર કરી છે. અભિલાષ ઘોડા ઇવેન્ટ ઉપરાંત ટેકનીકલ, સાંસ્કૃતિક બાબતો, મેનેજમેન્ટ સહિત મીડીયા સાથે પણ ઘનીષ્ઠ સંબંધો ધરાવે છે.

આ અંગે વધુ વિગતો આપતા તીહાઇ - ધ મ્યુઝીક પીપલ ના CEO અભિલાષ ઘોડા એ જણાવ્યું હતું કે જે રીતે ગુજરાતી ફિલ્મો એ હરણફાળ ભરી છે તે જ રીતે ગુજરાતી ફિલ્મો ને લગતી ઇવેન્ટ પણ હવે આગે કદમ માંડવા તૈયાર છે. વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ માં રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો ને આ એવોર્ડ માટે આમંત્રણ આપવામાં આવ્યું. કુલ ૨૭ સુંદર ફિલ્મોની એન્ટ્રી અમને આ સ્પર્ધા માટે મળી જેનો અમને આનંદ છે.

ગુજરાતી ફિલ્મોના આ પ્રકારના કાર્યક્રમો ને Next Leval પર લઇ જનાર આ ઇવેન્ટ બનશે જેમાં બેમત નથી.

સ્પર્ધામાં આવેલી ૨૭ ફિલ્મો નું બારીકાઈથી નિરીક્ષણ કરી તેમાંથી ૨૮ વિવિધ કેટેગરીના નોમીનેશન આજે જાહેર કરવામાં આવ્યા છે.

નોમીનેશન તરફ નજર નાંખીએ તો માનસી અને પાર્થિવ ગોહિલ નિર્મીત અને વિરલ શાહ દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ "ગોળ કેરી" સૌથી વધુ ૧૯ નોમીનેશન સાથે સૌથી આગળ છે. જ્યારે ટ્વિંકલ બાવા નિર્મીત અને વિજયગીરી બાવા દિગ્દર્શીત ગુજરાતી ફિલ્મ "મોન્ટુ ની બીટ્ટુ" ૧૮ નોમીનેશન સાથે બીજા ક્રમે છે. આ ઉપરાંત "લવ ની લવસ્ટોરી" અને "ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર" ૧૪ - ૧૪ નોમીનેશન્સ મેળવે છે. "ગુજરાત ૧૧" અને "યુવા સરકાર" ૧૦ - ૧૦ નોમીનેશન મેળવે છે. આ પછી "અફરા તફરી" ૯ નોમીનેશન, "સફળતા ૦ કિલોમીટર" ૮ નોમીનેશન, "રઘુ સી.એન.જી." અને "૪૭ ધનસુખ ભવન" ૭ - ૭ નોમીનેશન, "ચિલઝડપ" અને "કુટુંબ" ૬ - ૬ નોમીનેશન, "કાચિંડો" અને "કેમ છો" ૪ - ૪ નોમીનેશન, "હવે થશે બાપ રે બાપ", "બીજો દિવસ", "જીગરજાન" તથા "ટીચર ઓફ ધ યર" ૩ - ૩ નોમીનેશન, "જી", "બાબુભાઈ સેન્ટીમેન્ટલ", "બજાબા - ધ ડોટર" અને "હવે ક્યારે મળીશું" ૨ - ૨ નોમીનેશન અને "સાજન પ્રિતની જગમાં થશે જીત" ૧ નોમીનેશન સાથે આ સ્પર્ધામાં છે.

૨૦૧૯ ની ગુજરાતી ફિલ્મ "હેલ્લારો" ને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો છે. યોગાનુયોગ છે કે હેલ્લારો કચ્છની ધરતી પર શુટ થયેલી ફિલ્મ છે જેને આ સમારંભ માં વિશેષ સન્માન થી નવાજવામાં આવશે.

આગામી તારીખ ૨૮ ના રોજ યોજાનાર એવોર્ડ સમારંભ માં બોલીવુડ ના થ્રી ઇડીયટ ફેમ શર્મન જોશી, જય હો ફેમ ડેઝી શાહ, બીગ બોસ ફેમ રશ્મિ દેસાઈ,  જાણીતી બોલીવુડ પરફોર્મર કરીશ્મા કર, ટીકુ તલસાણીયા, દર્શન જરીવાલા,  મલ્હાર ઠાકર, પાર્થિવ ગોહિલ, માનસી પારેખ, આરોહી પટેલ, હીતુ કનોડિયા, મોના થીબા કનોડિયા, પ્રીનલ ઓબેરોય, આનંદી ત્રીપાઠી, ભુમી ત્રીવેદી, કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, સીધ્ધાર્થ ભાવસાર, વ્યોમા નાન્દી, શ્રધ્ધા ડાંગર, આર્જવ ત્રીવેદી, નિસર્ગ ત્રિવેદી, નેત્રી ત્રીવેદી, ખુશી શાહ, સંજય ગોરડિયા, સુજાતા મહેતા, રૂપા દિવેટિયા, વંદના પાઠક, ધર્મેશ વ્યાસ, મૌલીક નાયક, ચેતન દૈયા, રાજેન્દ્ર બુટાલા, લતેશ શાહ, સંજય છેલ, મેહુલ બુચ, અલ્પના બુચ, નિલમ પંચાલ, ભાવિની જાની, મોરલી પટેલ, જાગૃતિ ઠાકોર, બંસી રાજપૂત, યોગીતા પટેલ, જયંત ગીલાતર, જીતેન પુરોહિત સહિત અનેક દિગ્ગજ કલાકારો ખાસ ઉપસ્થિત રહેશે..

આ ઇવેન્ટના મુખ્ય આકર્ષણ સમા પરફોર્મન્સ માટે ગુજરાતી મનોરંજન જગત ના અનેક જાણીતા ચહેરાઓ તડામાર તૈયારીઓ માં લાગી ગયા છે.

ફિલ્મની જ્યુરીમા ગુજરાતી ફિલ્મ ફ્રેટરનીટી ના દિગ્ગજો કહી શકાય તેવા શ્રી દિપક બાવસ્કર, શ્રી કાર્તિકેય ભટ્ટ, શ્રી નીશીથ મહેતા, અદીતી ઠાકોર, ડો. દર્શન ત્રીવેદી તથા શ્રી ચિકા ખરસાણીએ સેવા આપી.

સમગ્ર ઇવેન્ટ બ્રોડકાસ્ટ પાર્ટનર તરીકે કલર્સ ગુજરાતી તથા કલર્સ સીનેમા છે. રેડીયો પાર્ટનર તરીકે રેડ એફ.એમ. , ટેકનીકલ પાર્ટનર તરીકે વિડિયો ટાઇમ્સ તથા એલ.ઇ.ડી. સોલ્યુશન, મેગેઝિન પાર્ટનર તરીકે ફિલીગ્સ , હાઇ ટી પાર્ટનર તરીકે ટી પોસ્ટ નો નોંધનીય સપોર્ટ મળ્યો છે.

ગુજરાતી ફિલ્મોના ઇતિહાસ માં પ્રથમ વખત ખુબ જ મોટા પાયે કચ્છના ધોરડો ખાતે સફેદ રણમાં આવેલા ટેન્ટ સીટી માં આગામી તારીખ ૨૮ ફેબ્રુઆરીની સાંજે આ ઇવેન્ટ નું આયોજન અમદાવાદ ની અગ્રગણ્ય ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની તીહાઇ - ધ મ્યુઝીક પીપલ દ્વારા ખુબ ઝીણવટપૂર્વક થનાર છે. જે માટે અભિલાષ ઘોડા અને તેની કુશળ ટીમ આયોજનમાં વ્યસ્ત છે. સમગ્ર શોની ડીઝાઇન દિક્ષિત ઘોડા, કરન ઘોડા, વિવેક ઘોડા અને વૃજ ઘોડા તૈયાર કરી રહ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.