કારમી મોંઘવારીના ખપ્પરમાં પિસાઈ રહેલી જનતાને વધુ એક કમરતોડ ઝાટકો આપતાં સરકારી ઓઇલ વિતરણ કંપનીઓએ સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂપિયા ૧૪૪થી ૧૪૯ સુધીનો વધારો ઝીંકી દીધો છે. દિલ્હી અને મુંબઇમાં ૧૪.૫ કિલોગ્રામ નોન-સબસિડાઇઝડ એલપીજી સિલિન્ડરની કિંમતમાં અનુક્રમે રૂપિયા ૧૪૪.૫૦ અને રૂપિયા ૧૪૫નો વધારો કરી દેવાયો છે. ૧૨મી ફેબ્રુઆરીથી અમલમાં આવેલી નવી કિંમતો પ્રમાણે દિલ્હીમાં એક સિલિન્ડરની કિંમત રૂપિયા ૮૫૮.૫૦ અને મુંબઇમાં રૂપિયા ૮૨૯.૫૦ પર પહોંચી છે.