દિલ્હીની વિશેષ સીબીઆઇ અદાલતે શનિવારે લાંચ કેસમાં મનોજ પ્રસાદ વિરુદ્ધ સીબીઆઇએ તૈયાર કરેલી ચાર્જશીટની નોંધ લેતાં સીબીઆઇના પૂર્વ સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના અને ડીએસપી દેવેન્દરકુમારને તપાસ એજન્સી દ્વારા અપાયેલી ક્લીન ચીટ પર મહોર મારી હતી. વિશેષ સીબીઆઇ જજ સંજીવ અગરવાલે ચુકાદામાં જણાવ્યું હતું કે, રાકેશ અસ્થાના અને દેવેન્દરકુમાર સામે પૂરતા પુરાવા ઉપલબ્ધ નથી. કોર્ટના આદેશના પગલે રાકેશ અસ્થાનાને મોટી રાહત મળી છે.