પયગંબર પર ટીપ્પણી મુદ્દે ભાજપમાંથી હાંકી કઢાયેલાં પ્રવક્તા નુપુર શર્માની શુક્રવારે સુપ્રીમ કોર્ટે આકરી ઝાટકણી કાઢી હતી. સુપ્રીમે ઉદયપુરમાં દરજી કનૈયાલાલની હત્યા સહિત દેશમાં આજે જે પણ કંઈ થઈ રહ્યું છે તેના માટે નુપુર શર્માને જવાબદાર ઠેરવી હતી. સુપ્રીમે પયગંબર અંગે વિવાદાસ્પદ ટીપ્પણી મુદ્દે દેશભરમાં થયેલા કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની નુપુર શર્માની અરજી પણ ફગાવી દીધી હતી. સુપ્રીમ કહ્યું કે નુપુરે ટીવી પર દેશની માફી માગવી જોઈએ. સુપ્રીમે શર્માને તેમની અરજી મુદ્દે હાઈકોર્ટમાં જવા કહ્યું હતું.