નાલસર યુનિવર્સિટી ઓફ લોના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ (CJI B. R. Gavai) એ કહ્યું કે, ભારતીય ન્યાયતંત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે, ભારતીય ન્યાયતંત્રમાં સુધારાની સખત જરૂર છે. CJI એ આ પ્રસંગે અમેરિકાના ફેડરલ ડિસ્ટ્રિક્ટ જજ ઝેડ. એસ. રાકોફ (US Federal District Judge Z.S. Rakoff)નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકાના ફેડરલ ડિસ્ટ્રિક્ટ જજે પોતાના પુસ્તકમાં આશાવાદી અભિગમ રજૂ કર્યો છે. CJI બી.આર. ગવઈએ વિદ્યાર્થીઓને કહ્યું કે, વિદેશમાં અભ્યાસ કરવાનો આર્થિક બોજ પરિવાર પર ન નાખો.
નાલસર યુનિવર્સિટી ઓફ લોના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ કહ્યું કે, ભારતીય ન્યાય પ્રણાલીમાં સુધારાની સખત જરૂર છે. આપણો દેશ અને ન્યાય પ્રણાલી અનોખા પડકારોનો સામનો કરી રહી છે. ક્યારેક દાયકાઓ સુધી ટ્રાયલ વિલંબિત થાય છે.