12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. અકસ્માતના એક મહિના પછી, શનિવારે (12 જુલાઈ) પ્રારંભિક તપાસનો રિપોર્ટ આવ્યો હતો. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના રિપોર્ટ આવ્યાના બે દિવસ પછી એટલે કે આજે એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સનની પ્રતિક્રિયા સામે આવી છે. વિલ્સને કહ્યું - AAIBના રિપોર્ટમાં પ્લેન કે એન્જિનમાં કોઈ ટેકનિકલ કે મેઈન્ટેનન્સ સંબંધિત સમસ્યા જોવા મળી નથી. તમામ મેઈન્ટેનન્સ કાર્ય કરવામાં આવ્યું હતું.