Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • જાહેર તો એવુ થયું કે નાણામંત્રી અરૂણ જેટલીને કેન્સર છે અને તાકીદે સારવાર માટે અમેરિકા ગયા છે. પરંતુ અમેરિકામાં તેમની સારવાર ચાલે છે કેમ તે જો પૂછીએ તો વળી કોકને ખોટુ લાગી જાય એટલે એટલું તો પૂછાય કે કેન્સરની સારવાર લેતાં લેતાં તમને સીબીઆઇની અને તેમાં વળી ICICI બેંકના કોચર દંપતિ, બેંકને 2800 કરોડમાં મસ્ત રીતે ચંદાને चन्दा એટલે કે દાન-દક્ષિણા આપીને નવડાવનાર વિડિયોકોન કંપની, તેના માલિક ધૂત અને સીબીઆઇ તપાસમાં જેમની સામે શંકાની સોય તાકવામાં આવી તે કે.વી. કામથ, સંદીપ બક્ષી, કે. રામકુમાર, સંજય ચેટર્જી, એન.એસ. કાનન, ઝરીન દારૂવાલા, રાજીવ સબ્રવાલ અને હોમી ખુસરોખાનની ચિંતા કેમ થઇ...? તમામ સત્તાકારણીઓએ સીબીઆઇની હાલત નબળી બૈરા પર શૂરો ધણી કે ગરીબ કી જોરૂ સબ કી ભાભી... જે આવે તે ટપલી મારી જાય એવી ભલે કરી નાંખી હોય પણ સામાન્ય લોકોની નજરમાં સીબીઆઇની એક ઇજ્જત આબરૂ હજુ પણ છે એટલે જ્યારે સીબીઆઇએ ચંદા કોચરની સામે ચીટીંગ સહિત અન્ય ગુનાઓની ફરિયાદ નોંધી ત્યારે લોકોને  એમ લાગ્યું કે ના, સીબીઆઇ કંઇક સારૂ કામ કર્યુ અને એક હાઇ પ્રોફાઇલ કેસમાં કોઇની શેહશરમ રાખ્યા વગર તપાસ કરી. પરંતુ લોકોની એ આશા ઠગારી નિવડી કે જ્યારે દિલ્હીથી હજારો કિ.મી. દૂર ડોનાલ્ડ ટ્રમ્પના દેશમાં બેઠા બેઠા જેટલીએ કોચર સામેની ફરિયાદના સમાચાર વાંચીને તેમનો આત્મા કકળી ઉઠ્યો અને લખી નાંખ્યુ કે સીબીઆઇની આ તપાસ વધુ પડતો ઉત્સાહ અને દુસાહસ છે. આટલા બધા બેંકોના પદાધિકારીઓની સામે શંકા કરાશે તો પછી બજારમાં બાકી બચશે શું....? એવો કોઇ ગુસ્સો હતો તેમના બ્લોગમાં...?

    જેટલી ભૂલી ગયા કે ચંદા કોચરનો કેવો દબદબો હતો અને અંતે નિકળ્યું શું....પોતે જે બેંકમાં હતી તેના નિયમોને ખિસ્સામાં મૂકીને વિડિયોકોનને 3250 કરકોડની લોન આપી અને કંપનીએ કંઇક 450 કરોડ ચુકવ્યાં અને બાકીની રકમ 2800 કરોડ ગઇ ફટાક કરતા એનપીએના ખાતામાં. નોન પરફોર્મિંગ એસેટ. એવી સંપતિ કે તે કાર્ય કરી શકે તેમ નથી. વેપારની ભાષામાં માંડવાળ. ગયા ખાતામાં. પાછા આવવાની શક્યતા નથી...બદલામાં ચંદાના પતિ દિપકને આર્થિક મદદ મળી. 64 કરોડની રકમ પેલા ધૂત દ્વારા એ રીતે આપવામાં આવી કે કોઇને સીધી રીતે ખબર ના પડે. પણ કોચરના નશીબ કાચલામાં રહેલા મોતી જેવડા નહોતા. પણ મોતી જેવડા મોટા આંસુડા સારવા પડે તેવા નિકળ્યા અને વિડિયોકોનનો 64 કરોડિયો વિડિયો એટલે કે લેતી-દેતીનો મામલો જગજાહેર થયો. પૂર્વ જજને તપાસ સોંપાઇ અને પછી સીબીઆઇએ ગુનો નોંધ્યો. એમાં જેટલીને શું વાંધો પડ્યો ભાઇ...? શું ચંદા જેટલીના બહેન છે...? શું ધૂત જેટલીના સગા છે...? નહીં. તો પછી વાંધો ક્યાં પડ્યો કે હજારો કિ.મી. દૂર કેન્સરની સારવાર લેતા લેતા સીબીઆઇએ ખોટુ કર્યુ.... ખોટુ કર્યુ....ની બુમરાણ મચાવી બ્લોગ લખીને...?

    જેટલીને વાંધો એ પડ્યો કે સીબીઆઇએ શંકાની સોય કે.કે. કામથ સહિત અન્યો મોટા મોટા બેન્કરો સામે કેમ તાકી અને તે પણ કોઇ પુરાવા વગર...? (જેટલી એમ માને છે કે પુરાવા વગર જ એજન્સીએ શંકાના આધારે બેન્કરોના નામો મોટા ભા થવા માટે જાહેર કર્યા) કામથ સહિતના એવા નામો છે કે જેઓ મોટી ખાનગી બેંકોના મોટા માથાં છે. પરંતુ સવાલ એ છે કે આ મોટા માથાં ખોટુ ના કરે...? ચંદા કોચરનું પણ એટલું જ ઉંચુ નામ હતું જેટલુ આજે કામથ-બક્ષી કે દારૂવાલાનું છે. કાલે આ કામથ કે બક્ષી કાંઇ ખોટુ નહીં કરે એની ખાતરી જેટલી લે છે...? જેટલીને જેમની ચિંતા થાય છે એ કામથ-બક્ષી વગેરે.ની સામે એક એવી એજન્સીએ શંકા જાહેર કરી કે જે સીધા વડાપ્રધાનના હાથ નીચે કામ કરે છે. તો જેટલીએ સીબીઆઇને આડે અને સીધે હાથે લઇને જે રીતે ઝૂડી નાંખી તે વાસ્તવમાં શું વડાપ્રધાન સામેનો કોઇ બળાપો છે..? કે પછી વડાપ્રધાનનું ધ્યાન દોરીને બ્લોગ લખવા બેઠા હતા હજારો કિ.મી. દૂર...?

    એક તો આલોક વર્મા અને રાકેશ અસ્થાનાએ સીબીઆઇની કિંમત એક કોડીની કરી નાંખી એકબીજાની સામે 3 કરોડની લાંચના જાહેર આક્ષેપો કરીને. સીબીઆઇ એટલે પોપટ અને પાંજરે પૂરાયેલું..... એક એવી છાપ પડી છે તે હજુ દૂર થાય તે પહેલા સરકારમાં નંબર-ટુ ગણાતાં( આમ તો મોદી હોય તો તેમના પછીના કોઇના નંબરો હોતા નથી પણ મંત્રીમંડળની રીતે જોઇએ તો... નંબર ટુ) જેટલીએ સીબીઆઇની તપાસને ગંભીર નહીં પણ દુસાહસ સમાન ગણાવી છે. એટલે કે સીબીઆઇ કોઇ ઇવેન્ટ કે કોઇ સાહસ માટે તપાસ કરે છે અને પછી મોટા મોટા માથાંઓના નામો જાહેર કરીને વાહ...વાહ...ક્યા સીને હૈ....જેવુ ચિત્ર એફઆઇઆરના રૂપમાં રજૂ કરે છે. જેમાં શંકાના આધારે આખી બેન્કીંગ ઇન્ડસ્ટ્રીઝને પ્રજા સમક્ષ મૂકે તો જેટલીજીને ના ગમે. જેટલીજી સારવાર કરાવીને પાછા આવે પછી વડાપ્રધાને તેમને સીબીઆઇનો હવાલો સોંપવો જોઇએ કેમ કે આમ પણ હાલમાં તેઓ ખાતા વગરના મંત્રી છે. સીબીઆઇનો હવાલો સોંપાશે તો સીબીઆઇને તપાસ કઇ રીતે કરવી, એફઆઇઆરમાં કોના નામો નહીં દર્શાવવા, કેટલા દર્શાવવા તેનું માર્ગદર્શન તો આપશે. જેથી સીબીઆઇ સામે ફરિયાદ કરવાની તેમને તક ના મળે અને કોંગ્રેસના જેમને જેમને ગણીને ગણીને વીણીને વીણીને અંદર કરવા છે તેમની સામે કાર્યવાહી થાય અને પછી ચૂંટણી જાહેરસભામાં તેમના વિષે બોલાય....!

    સીબીઆઇ હરિયાણાના કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી હુડ્ડાની સામે કાર્યવાહી કરે તો વેરીગુડ...વેરીગુડ...એમ જો કહીશું તો વળી પાછા કોઇને નહીં ગમે. પણ કામથ-બક્ષીના નામો સીબીઆઇએ જાહેર કર્યા એ તો જેટલી નથી જ ગમ્યા એ પાક્કુ. નહીંતર માણસ બિમાર હોય અને કેન્સરની સારવાર ડોલરિયા દેશમાં ચાલતી હોય છતાં તેમની ચિંતા કરીને સીબીઆઇને ધોઇ નાંખે, તેમના મોરલ પર જેટલી શાબ્દિક હુમલો કરે એ જ બતાવે છે કે સીબીઆઇને કોઇ શું માને છે. સીબીઆઇશ્રી, તમારે ખોટુ લગાવવુ નહી. કેમ કે જે તમારા ખાતાના મંત્રી નથી તેઓ દૂ.....ર બેઠા બેઠા તમને મેણાં મારે, તમારી તપાસની વિશ્વનિયતા સામે આંગળી ચિંધે તો તેના માટે સીબીઆઇ જ જવાબદાર છે. તેમ છતાં ચોર...સોરી કોચરના કેસમાં એવી તપાસ કરો કે કામથ વગેરે. સામેની શંકાની સોય નીચેની તરફ ફેરવીને બેંકના કોઇ નિમ્ન વર્ગના કર્મચારી સામે તકાય અને ત્યારે પરદેશથી લખાય- હાં અબ ઠીક હૈ...! યે સહી જાંચ હૈ....ખામખાં બિચારે કામથ કો.....?!

    શું જેટલીજીને એટલુ પૂછાય કે ચંદાને મળેલા દાન-દક્ષિણાના કારણે આઇસીઆઇસીઆઇ બેંકના 2800 કરોડ ધૂત ચપત કરી ગયો તે પૈસા કોના હતા...? કોઇ તો ખાતેદારોના હશે ને....? એ બેંકમાં જમા રકમમાંથી 3250 કરોડની લોન આપવામાં આવી. 450 કરોડ પરત ચૂકવ્યાં તો બાકીના 2800 કરોડની વસૂલાત કોની પાસેથી કરવી...? કોચર દંપતિ કે ધૂત પરિવાર..? ધારો કે કોચર દોષિત ઠરી, ધૂત અંદર ગયો તો 2800 કરોડ...?! બે-પાંચ વર્ષની જેલની સજા અને પછી બેઠા બેઠા 2800 કરોડ ખાયે જા....ખાયે જા...!

    પછી તો ન્યૂ ઇન્ડિયામાં એવુ થશે કે બેંકોના મળતિયાઓ કહેશે-આઇએ...આઇએ મહેરબાન, નયા ખેલ ખેલે,,,કોઇ ભી પ્રોજેક્ટ લે આઇએ......હમે બસ 64 કરોડ દિજીએ ઔર ઉસકે બદલે મેં 2800 કરોડ લઇ જાઇએ.....! એનપીએ કા ખાતાં ખુલ્લા હી હૈ...લિખ દેંગે- મિલ નહી શક્તે....!!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ