રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈની રાજ્યસભામાં નિયુક્તિ કરવામાં આવ્યા પછી કોંગ્રેસ સહિત અનેક વિપક્ષોએ તેની ટીકા કરી હતી. કોંગ્રેસના નેતા પુનિયાએ તેને સરકાર પ્રત્યેની વફાદારીનું ઈનામ ગણાવ્યું હતું. પુનિયાએ કહ્યું કે એનડીએ સરકારનું મોટામાં મોટું હથિયાર આશરો અને વેરઝેર તેમજ નફરત છે. તેઓ ગમે તે હદે જઈ શકે છે. જે લોકો ન્યાયતંત્રને અધિકારીઓથી અલગ રાખવા માગે છે તેના માટે આ ફટકા સમાન છે. સીતારામ યેચૂરી અને અસાદુદ્દીન ઓવૈસી અને તૃણમૂલ નેતાએ પણ સવાલો ઉઠાવ્યા હતા.