મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે આગામી શુક્રવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે પોતાની 5 દિવસની આગાહીમાં જણાવ્યું કે, મુંબઈ અને ઠાણેમાં શુક્રવાર સુધી ભારે વરસાદ પડી શકે છે. સ્થિતિને ધ્યાનમાં રાખી અનેક સ્થળો પર NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. નવનિયુક્ત મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વહીવટીતંત્રને સતર્ક રહેવા અને સાવચેતીનાં પગલાં લેવા સૂચના આપી છે. નદીઓના જળ સ્તર પર નજર રાખવા માટે પણ જણાવ્યું છે.