Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારતની ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીના ઇતિહાસમાં ભારતના પનોતા પુત્ર અને વિશ્વ વિખ્યાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ એવા અમદાવાદની એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યુટના ચેરમેન અને ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડૉ. તેજસ પટેલે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યુટ ખાતે વ્યાવસાયિક ધોરણે સૌ પ્રથમ કોરપાથ જી.આર.એક્સ.(યુ.એસ. એફ.ડી.એ. માન્ય)- લગાવવાની જાહેરાત કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સની બહારની આ એકમાત્ર અને પ્રથમ વેસ્ક્યુલર રોબોટિક સિસ્ટમ છે.

    ડૉ. તેજસ પટેલ વિશ્વ કક્ષાએ નામાંકિત છે અને ટ્રાન્સરેડિયલ એક્સેસ ટેકનિકના પ્રણેતા છે અને તેમણે પોતાની ૨૫ વર્ષોની કારકિર્દી દરમિયાન આશરે ૫૦૦૦ થી પણ વધારે ફીઝીશ્યનોને તાલીમ આપી છે.

    ડૉ. તેજસ પટેલે રોબોટિક પદ્ધતિની મદદ દ્વારા રાઇટ ડોર્સલ ટ્રાન્સરેડીયલ એક્સેસ દ્વારા હોસ્પિટલનું પ્રથમ સ્ટેન્ટિંગ કર્યું હતું. પોતાના કેન્દ્ર ખાતે વાસ્ક્યુલર રોબોટિક્સ ઇન્સ્ટોલેશનના ૩ અઠવાડીયામાં ડૉ.તેજસ પટેલે ડૉ. સંજય શાહ સાથે મળીને એક્યુટ માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન (એ.એમ.આઇ.) અને ક્રોનિક ટોટલ ઓક્લુઝન (સી.ટી.ઓ.) વાળા દર્દીઓ જેવા જટિલ ૫૦ થી પણ વધારે કેસોમાં કોરોનરી એન્જીયોપ્લાસ્ટી/સ્ટેન્ટિંગ કર્યું છે.

    ભારતમાં ગુજરાત, અમદાવાદની એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યુટ અત્યાધુનિક કાર્ડિયોલોજી કેન્દ્ર છે અને હવે તે ભારતના અને સમગ્ર વિશ્વના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ્સને રોબોટિક આસિસ્ટેડ પર્ક્યુટેનીયસ કોરોનરી ઇન્ટરવેન્શન્સ (પી.સી..આઇ.) ની તાલીમ આપવા માટેનું યુ.એસ.એ. બહારનું પ્રથમ “ગ્લોબલ સેન્ટર ઓફ એક્સેલેન્સ” બન્યું છે.

    ડૉ. તેજસ પટેલ હંમેશથી જ એક દુરંદેશીભર્યા તબીબ રહ્યા છે અને હ્વદય રોગોની વાત છે ત્યાં સુધી તેઓ હંમેશા જાણે કાયમ આરોગ્યલક્ષી કાળજીને નવીનત્તમ રાખવા માટે સદાય સતર્ક હોય છે. તેઓ માને છે કે આ ટેકનોલોજી કોરોનરી આર્ટરી ડિસીઝની સરવાર બાબતે ભારતને આગલી હરોળમાં મુકી આપશે. તેમને લાગે છે કે ભારતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કોરોનરી આર્ટરી ડિસીઝના દર્દિઓની સંખ્યામાં થઈ રહેલા ચિંતાજનક વધારાને પહોંચી વળવા માટે સર્વશ્રેષ્ટ ટેકનોલોજીની તાતી જરૂર છે. રોબોટિક્સની સહાયથી સુદૂરના સ્થળો પર પણ સ્ટેન્ટના દર્દીઓને ટેલી-સ્ટેન્ટિંગ જેવી ટેકનોલોજી રોબોટિક્સ દ્વારા ઉપલબ્ધ થઈ શકશે, તબીબો માટે નક્કર તબીબી નિર્ણયો કરી શકે તે માટે ઇન-બિલ્ટ આર્ટિફિસિયલ ઇન્ટેલીજંન્સ (એ. આઇ.), અને સીનીયર કાર્ડિયોલોજીસ્ટ્સ યુવા કાર્ડિયોલોજીસ્ટસને તાલીમબદ્ધ કરી શકશે. આ તમામ પ્રગતિઓની આપણા રાષ્ટ્રમાં આરોગ્યલક્ષી સેવાઓ પર ખુબ અસરકારક પુરવાર થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ