ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું તે પહેલા તેની જાણ પાકિસ્તાનને કરવામાં આવી હોવાનો દાવો કરીને વિપક્ષે કેન્દ્ર સરકાર અને વિદેશમંત્રી એસ. જયશંકરને ઘેર્યા હતા. જોકે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે જયશંકરના નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યું છે. પીઆઇબી ફેક્ટચેક દ્વારા પણ દાવો કરાયો છે કે જયશંકરે આવુ કોઇ નિવેદન નથી આપ્યું.