બેંગલુરૂમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના સ્ટેજ પર ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવનારી યુવતી અમૂલ્યા લિયોનાને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધી છે. અમૂલ્યાએ એક દિવસ પહેલા બેંગલુરૂમાં આયોજિત AIMIMની રેલીમાં અસદુદ્દીન ઓવૈસીની રેલીમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા. અમૂલ્યાએ નાગરિકતા સંશોધન કાયદા (CAA), રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) વિરૂદ્ધ નારેબાજી પણ કરી હતી. આ ઘટના સામે આવતા જ પોલીસે અમૂલ્યા વિરૂદ્ધ IPCની કલમ 124એ હેઠળ દેશદ્રોહનો કેસ દર્જ કર્યો હતો. અમૂલ્યાને પરપ્પાના અગ્રહારાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવી છે.